×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બાંગ્લાદેશી મૌલાનાનું વિચિત્ર ફરમાન- જાહેર કર્યો ફેસબુકના 'હા હા' ઈમોજી વિરૂદ્ધ ફતવો


- 'ફેસબુક પર કોઈનો ઉપહાસ કરવા, કટાક્ષ કરવા કે પછી ટીકા ટિપ્પણી માટે હાહા ઈમોજીનો ઉપયોગ કરો છો તો તે ઈસ્લામમાં સંપૂર્ણપણે હરામ છે'

નવી દિલ્હી, તા. 24 જૂન, 2021, ગુરૂવાર

બાંગ્લાદેશના મુસ્લિમ ધર્મગુરૂ અને ચર્ચિત મૌલાનાએ ફેસબુકના 'હા હા' ઈમોજી વિરૂદ્ધ વિચિત્ર ફરમાન બહાર પાડ્યું છે. થોડા દિવસો પહેલા મૌલાના અહમદુલ્લાએ 3 મિનિટનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને ફેસબુક પર લોકોની મજાક ઉડાડવા અંગે ચર્ચા કરી હતી. તેના થોડા સમય બાદ જ તેમણે એક ફતવો બહાર પાડ્યો હતો અને સાથે જ તે કઈ રીતે મુસ્લિમો માટે 'હરામ' છે તેમ પણ કહ્યું હતું.

અહમદુલ્લાએ કહ્યું કે, 'આજકાલ આપણે ફેસબુકના હાહા ઈમોજીનો ઉપયોગ લોકોની મજાક ઉડાડવા માટે કરીએ છીએ.' મૌલાના અહમદુલ્લાહના ફેસબુક અને યુટ્યુબ ઉપર 30 લાખ કરતા વધારે ફોલોવર છે. 

મજાક ઉડાડવી ઈસ્લામમાં હરામ

મૌલાના અહમદુલ્લાએ પોતાના વીડિયોમાં કહ્યું હતું કે, 'જો તમે ફેસબુક પર કોઈનો ઉપહાસ કરવા, કટાક્ષ કરવા કે પછી ટીકા ટિપ્પણી માટે હાહા ઈમોજીનો ઉપયોગ કરો છો તો તે ઈસ્લામમાં સંપૂર્ણપણે હરામ છે. અલ્લાહ માટે હું તમને વિનંતી કરૂ છું કે, આ કામથી બચો. કોઈની મજાક ઉડાડવા માટે હાહા ઈમોજીનો ઉપયોગ ન કરશો. જો તમે એક મુસ્લિમને ઠેસ પહોંચાડશો તો તે એવી ભાષાનો ઉપયોગ કરશે જેના અંગે તમે વિચાર્યું પણ નહીં હોય.'