×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બાંગ્લાદેશમાં હિંદુઓ પર કરવામાં આવેલો હુમલો સુનિયોજિત હતોઃ RSS


- માનવ અધિકારો પર બેવડું વલણ અપનાવી રહ્યું છે સંયુક્ત રાષ્ટ્ર

ધારવાડ/કર્ણાટક, તા. 29 ઓક્ટોબર 2021

બાંગ્લાદેશમાં તાજેતરમાં હિંદુઓ પર થયેલ હુમલાઓ પર RSSની પ્રતિક્રિયા સામે આવી છે. કર્ણાટકના ધારવાડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ની અખિલ ભારતીય કાર્યકારી સમિતિની ત્રણ દિવસીય બેઠકમાં કહ્યું કે બાંગ્લાદેશમાં લઘુમતીઓને ખતમ કરવા અને તેમને કાઢી મુકવાના કાવતરા થઇ રહ્યા છે. 

હિંદુઓ પર કરવામાં આવેલા હુમલાઓ ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવે છે. જાણી જોઈને ખોટા સમાચારો ચલાવવામાં આવ્યા અને ધાર્મિક ઘર્ષણ ઉભું કરવામાં આવ્યું. RSSએ સંયુક્ત રાષ્ટ્ર અને માનવાધિકાર અયોગ્ય પર બેવડું વલણ રાખવાના આરોપો લગાવ્યા છે. RSSનું કહેવું છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલ હુમલાઓ પર યુએન ચુપ છે.

RSSની અખિલ ભારતીય કાર્યકારી સમિતિની બેઠકમાં પ્રસ્તાવ પસાર કરતા જોઈન્ટ જનરલ સેક્રેટરી અરુણ કુમારે જણાવ્યું કે સંઘની માગ છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાઓની તપાસ કરવામાં આવે અને તેમાં જે પણ લોકો દોષિત હોય તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. અમે કેન્દ્ર સરકાર સમક્ષ માગ કરીયે છીએ કે વિશ્વમાં હિન્દુપની સુરક્ષા માટે તે પગલાં ભારે અને બાંગ્લાદેશ સરકાર સાથે પણ આ મામલે વાત કરે.

બાંગ્લાદેશમાં દુર્ગા પંડાલોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જુદા જુદા સ્થળોએ ઉપદ્રવી ભીડે દુર્ગા પંડાલો પર હુમલાઓ કર્યા હતા. દરમ્યાન થયેલ ગોળીબારમાં ચાર હિન્દુઓના મોત પણ થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા હતા. આ ઉપરાંત ઇસ્કોન મંદિર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક શ્રદ્ધાળુનું મોત થયું હતું.

ઇસ્કોન મંદિર પર હુમલાના થોડા કે દિવસો બાદ હિન્દુઓના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. લગભગ 50 જેટલા ઘરોને આગ લગાવવામાં આવી હતી. આ દરમ્યાન 20 જેટલા હિન્દુઓના ઘરો સંપૂર્ણ પણે બાળીને રહક થઇ ગયા હતા.