×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બસપા નેતાના પાક કનેક્શનનો ઘટસ્ફોટ, સરહદ પારથી મંગાવ્યું હતું 34 કરોડનું હેરોઈન, રિમાન્ડ દરમિયાન કર્યા અનેક ખુલાસા


- તેના સંબંધ જલાલાબાદ ખાતે બ્લાસ્ટ કરનારા આરોપી જીજા-સાળા સાથે પણ હોઈ શકે તેવી આશંકા

નવી દિલ્હી, તા. 17 ઓક્ટોબર, 2021, રવિવાર

ફિરોજપુર (પંજાબ) પોલીસે બસપા નેતા દીદાર સિંહ પાસેથી 34 કરોડ રૂપિયાનું હેરોઈન ઝડપાવા મુદ્દે કોર્ટ પાસેથી 2 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. જાણવા મળ્યા મુજબ પુછપરછ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી ખૂબ જ મહત્વની જાણકારીઓ મળી છે જેનો પોલીસ ટૂંક સમયમાં જ ઘટસ્ફોટ કરશે. 

આરોપીએ આપેલી માહિતી પ્રમાણે સરહદ સ્થિત બીએસએફની ટાપૂ ચોંકી પાસેની ફેન્સિંગને પાર ખેતરમાંથી એક પ્લાસ્ટિકની બોરીમાં સંતાડેલું 6 કિલો 610 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. આરોપીએ તે હેરોઈન પાકિસ્તાની તસ્કરો પાસેથી મંગાવ્યુ હતું. પાકના ડ્રગ્સ ડીલર્સ સાથે તેના ગાઢ સંબંધો હોવાનું સામે આવ્યું છે. 

પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે બસપા નેતા દીદાર સિંહે પુછપરછ દરમિયાન અનેક મહત્વના ખુલાસાઓ કર્યા છે. તે સિવાય પોલીસને એક મોટી સફળતા પણ હાથ લાગી છે. હજુ એક દિવસની પોલીસ રિમાન્ડ બાકી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, તેના સંબંધ જલાલાબાદ ખાતે બ્લાસ્ટ કરનારા આરોપી જીજા-સાળા સાથે પણ હોઈ શકે છે. દીદારનો પાછલો રેકોર્ડ પણ ક્રિમિનલ છે. અગાઉ એક ગેરકાયદેસર પિસ્તોલ પણ પકડાઈ ચુકી છે. તે રાજકીય આડમાં હેરોઈનની તસ્કરી કરી રહ્યો હતો. 2012ના વર્ષમાં બસપાની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી પણ લડી ચુક્યો છે. એટલું જ નહીં પોતાના ગામનો સરપંચ પણ રહી ચુક્યો છે.