×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બંગાળ હિંસાની તપાસ માટે એક્ટિવ થઇ CBI, રેપ અને મર્ડરની DGP પાસે માંગી માહિતી

કોલકાત્તા, 20 ઓગસ્ટ 2021 શુક્રવાર

પશ્ચિમ બંગાળમાં ચુંટણી બાદ થયેલી હિંસાનાં કેસની તપાસ માટે સીબીઆઇ સર્કિય થઇ છે, કેન્દ્રિય એજન્સીએ રેપ અને ખુન કેસની તપાસની માહિતી માંગતા રાજ્યનાં ડીજીપી પાસે માહિતી માંગી છે, તે હેઠળ હત્યા, હત્યાનો પ્રયાસ, અને બળાત્કારની જાણકારી માંગી છે,  સીબીઆઇ તે માટે 4 સ્પેશિય ટીમોની રચના કરી છે, દરેક ટીમમાં 7 સભ્યોને સામેલ કરાયા છે.

આ ટીમોને કોલકાતામાં સીબીઆઈની સ્થાનિક કચેરીનાં અધિકારીઓ મદદ કરશે. અનુરાગ, રમનીશન, વિનીત વિનાયક અને સંપત મીણાને આ 4 સ્પેશિયલ ટીમોના હેડ જોઇન ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. આ સમગ્ર તપાસની દેખરેખની જવાબદારી અધિક નિયામક અજય ભટનાગરને સોંપવામાં આવી છે.

કોલકાતા હાઈકોર્ટે ગુરૂવારે સીબીઆઈ અને એસઆઈટીને બંગાળમાં ચૂંટણી પછીની હિંસાના કેસોની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે બળાત્કાર અને હત્યાના કેસોની તપાસ સીબીઆઈ કરશે અને અન્ય કેસોની તપાસ એસઆઈટી કરશે. રાજ્યની ટીએમસી સરકાર શરૂઆતથી જ સીબીઆઈ તપાસનો વિરોધ કરી રહી હતી, પરંતુ તેને અવગણીને હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા છે.