×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બંગાળ હિંસાના: જેપી નડ્ડા આજે બંગાળ પહોંચશે, કોરોના કાળમાં 5 મેએ ભાજપની રાટ્રવ્યાપી આંદલનની તૈયારી

- બંગાળમાં ચૂંટણી પરિણામ બાદ અનેક જગ્યાએ હિંસા થઇ, ભાજપે ટીએમસી પર આરોપ લગાવ્યો

નવી દિલ્હી, તા. 4 મે 2021, મગળવાર

બંગાળ વિધાનસભના પરિણામો આવી ગયા છે. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને 213 સીટો મળી છે, જયારે ભાજપને માત્ર 77 સીટોથી જ સંતોષ માનવાનો વારો આવ્યો છે. તો આ તરફ કોંગ્રેસનું તો બંગાળમાં ખાતું પણ નથી ખુલ્યું. ભાજપ માટે બંગાળ આ વખતે પ્રતિષ્ઠાનો સવાલ હતું, જે હાથમાંથી જતું રહ્યું છે. મમતા બેનર્જીએ સતત ત્રીજી વખત જીત મેળવીને પોતાના નેતૃત્વને સાબિત કર્યુ છે.

જો કે બંગાળના રાજકિય હિંસાના ઇતિહાસના પડઘા ટીએમસીની જીત બાદ પણ પડ્યા હતા. ટીએમસીની જીત બાદ પશ્ચિમ બંગાળમાં અનેક જગ્યા પર હિંસાની ઘટનાઓ સામે આવી છે. આરામબાગની અંદર ભાજપની ઓફિસ સળગાવવામાં આવી, કોચ વિહારમાં પણ હિંસાની ઘટના બની. ત્યારે ભાજપે આ તમામ હિંસા માટે ટીએમસીને જવાબાદાર ગણાવ્યું છે. આ બધા વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે બંગાલ પહોંચશે.

આ સાથે જ જ્યારે 5 મેના દિવસે મમતા બેનર્જી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે ત્યારે ભાજપ રાષ્ટ્રવ્યાપી ધરણા કરશે. ટીએમસી દ્વારા બંગાળમાં કરવામાં આવેલી હિંસાના વિરોધમાં ભાજપ રાટ્રવ્યાપી આંદોલનની તૈયારીમાં લાગ્યું છે. એવું જાવા મળી રહ્યું છે કે જેપી નડ્ડા કોલકાતા અને તેની આસપાસના જિલ્લાઓમાં જશે, જ્યાં ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે. આ સિવાય જેપી નડ્ડા એ જગ્યાઓ પર પણ જશે કે જ્યાં ભાજપની ઓફિસમાં આગ અને તોડફોડન ઘટના બની છે.

આ સિવાય કોલકાતામાં બંગાળ ભાજપ દ્વારા જેપી નડ્ડાના નેતૃત્વમાં એક દિવસના ધરણા પણ કરવામાં આવશે. બંગાળ ચૂંટણી બાદ થયેલી હિંસાના વિરોધમાં આ ધરણા કરવામાં આવશે. આ સિવાય પાંચ તારીખએ રાષ્ટ્રવ્યાપી ધરણા યોજાશે. ઉલ્લેખનીય છે કે એક તરફ દેશમાં કોરોના વયરસ ભરોડ લઇ ગયો છે, ત્યારે બીજી તરફ ભાજપ રાષ્ટ્રવ્યાપી આંદોલનની તૈયારી કરી રહ્યું છે.