×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બંગાળમાં ખરેખર ખેલા હોબે? TMCના 21 ધારાસભ્યો BJPના સંપર્કમાં: મિથુન દાનો દાવો

નવી દિલ્હી, તા.24 સપ્ટેમ્બર 2022, શનિવાર 

ફિલ્મ અભિનેતામાંથી ભાજપના નેતા બનેલા મિથુન ચક્રવર્તીએ શનિવારે દાવો કર્યો છે કે, TMCના 21 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. શનિવારે હેસ્ટિંગ્સ સ્થિત ભાજપ કાર્યાલયમાં મળેલી સંગઠનાત્મક બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણી સમિતિના સભ્ય મિથુન ચક્રવર્તીએ કોલકાતાના ત્રણ જિલ્લાના નેતૃત્વ સાથે સીધી ચર્ચા શરૂ કરી હતી. 

આ દરમિયાન મિથુન ચક્રવર્તીએ દાવો કર્યો હતો કે,નિરાશ થવાની કોઈ જરૂર નથી. આપણી લડાઈ ચાલુ રહેશે. આ સાથે ટીએમસીના 21 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો દાવો ફરી એકવાર મિથુન દાએ કર્યો છે. તેમના આ દાવાથી બંગાળના રાજકારણમાં ફરી ખળભળાટ મચી ગયો છે.

પાર્ટીના કાર્યકરોએ મિથુન સાથેની બેઠકમાં દાવો કર્યો હતો કે,પંચાયત ચૂંટણી પહેલા રાજકીય રીતે સક્રિય થયા બાદ હવે તે સંગઠનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આ અગાઉ પણ જુલાઈ મહિનાના અંતે BJPમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે શામેલ થનાર મિથુન દાદાએ દાવો કર્યો હતો કે TMCના કુલ 38 ધારાસભ્યો BJPના સંપર્કમાં છે અને તેમાંથી 21 ધારાસભ્યો તો સીધા મારા સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો. જોકે રસપ્રદ વાત એ છે કે મિથુન ચક્રવર્તીના બંને સમયના નિવેદનની સરખામણી કરીએ તો જુલાઈમાં 38 ધારાસભ્યો હોવાનો દાવો થયો હતો જે હવે ઘટીને 31 થયા છે.

ઉલ્લેખનીય છે કે ૨૯૪ સભ્યોવાળી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં તૃણમુલ પાસે ૨૧૬ ધારાસભ્યો છે. જ્યારે ભાજપ પાસે ૭૫ ધારાસભ્યો છે. ઉલ્લેખનીય છે કે,અત્યાર સુધીમાં ભાજપના પાંચ ધારાસભ્યો તૃણમુલમાં જોડાઇ ગયા છે.

મિથુન ચક્રવર્તીએ પાર્ટીના તાલમેલ પર આપ્યુ જોર

મિથુન ચક્રવર્તી આવતીકાલે એટલે કે રવિવારે દક્ષિણ દિનાજપુર જિલ્લાના બાલુરઘાટથી જવાના છે.  મિથુન ચક્રવર્તી જિલ્લાના બાલુરઘાટ ખાતે દુર્ગા પૂજાનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. ભાજપના કેટલાક કાર્યકરોએ મિથુન ચક્રવર્તીને તાજેતરના નબાન અભિયાનમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા કાર્યકરોના પરિવારજનો સાથે ઊભા રહેવા હાકલ કરી છે. મિથુને કહ્યું કે,હું પૂજા બાદ આ મામલે વિચાર કરશે. હું એક ફાઇટર છું જે નવ વખત બોક્સિંગ રિંગમાંથી બહાર આવ્યો છુ, મેં જે લાસ્ટ પંચ માર્યો છે, તે ફરી ઉભો થઇ શક્યો નથી. મિથુને કહ્યું કે, જો તમે એક ફાઇટર બનવા માંગો છો, તો તેના માટે તમારે તૈયાર રહેવુ પડશે,જેની પાસે શારીરિક અને માનસિક શક્તિ હશે, તે અંતે જીતશે."

આ પણ વાંચો: મિથુન ચક્રવર્તીનો સનસનાટીભર્યો દાવો, તૃણમૂળના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં