×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બંગાળની ખાડીમાં ૫.૧ તીવ્રતાનો ભૂકંપ તમિલનાડુ, આંધ્રમાં હળવા આંચકા

(પીટીઆઇ) ચેન્નાઇ/કાકીનદા, તા. ૨૪બંગાળની ખાડીમાં ૫.૧ તીવ્રતાનો ભૂકંપ આવતા ચેન્નાઇ અને કાકીનાડામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ંજો કે જાનમાલનું નુકસાન થયું હોવાના કોઇ અહેવાલ પ્રાપ્ત થયા નથી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર બપોરે ૧૨.૩૫ વાગ્યે બંગાળની ખાડીમાં ૫.૧ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં જમીનથી ૧૦ કિમી નીચે ભૂકંપ આવ્યો હતો. આંધ્ર પ્રદેશના કાકીનાડાથી ૨૯૬ કિમી દક્ષિણ પૂર્વ અને તમિલનાડુના ચેન્નાઇથી ૩૨૦ કિમી ઉત્તર પૂર્વમાં ભૂકંપનું કેન્દ્ર હતું. ૫.૧ તીવ્રતાના ભૂકંપ છી આંધ્ર પ્રદેશના કાકીનાડા, રાઝાલે, પાલાકોલ્લુ અને નરસાપુરમમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતાં. કાકીનાડાના રહેવાસીઓને અનુભવ્યું હતું કે અચાનક તેમની છતના પંખા ધુ્રજવા લાગ્યા હતાં અને છાજલી પર મૂકેલી વસ્તુઓ પડવા લાગી હતી. જો કે રહેવાસીઓએ જણાવ્યું હતું કે ફક્ત બે જ સુધી આ ધુ્રજારી અનુભવાઇ હતી અને ત્યારબાદ બંધ થઇ ગઇ હતી. ચેન્નાઇના અમુક વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતાં. અદયાર અને તેની બાજુમાં આવેલા થિરુવનમિયુરમાં પણ હળવા આંચકા અનુભવાયા હતાં.