×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફ્રાન્સની ફાર્મા કંપની રોશે (Roche)ની કોરોના માટેની દવાને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી

નવી દિલ્હી, તા. 5 મે 2021, બુધવાર

દેશમાં અત્યારે કોરોના વાયરસની બાજા લહેર કાળ બનીને ત્રાટકી છે. જેના કારણે સ્થિતિ દિવસે દિવસે ગંભીર થતી જાય છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. આ બધઆ વચ્ચે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) દ્વારા સ્વિત્ઝર્લેંડની ફાર્મા કંપની રોશ (Roche) અને રેજેનરન (Regeneron) દ્વારા વિકસિત કરવામાં આવેલી એક એન્ટીબોડી-ડ્રગને કોકટેલ Casirivimab અને Imdevimab ને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.

રોશએ એક નિવેદનમાં જણાવ્યું કે ભઆરતમાં Casirivimab અને Imdevimab ને અમેરિકા અને યુરોપમાં મંજૂરી માટે જે આંકડા રજી કરવામાં આવ્યા હતા, તેના આધારે આપવામાં આવી છે. કંપની દ્વારા જે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, તેમાં કહ્યું કે આ એન્ટીબોડી કોકટેલને પુખ્ત વયના લોકો અને બાળકો ( 12 વર્ષ અને તેનાથી મટી ઉંમરના, ઓછામાં ઓછું 40 કિલો વજન)ને હળવાથી મધ્યમ કોરોના વાયરસની સારવાર માટે આપી શકાય છે. એવા લોકોને જેમને SARS-CO2નો ચેપ લાગ્યો છે. અથવા તો જેમને ગંભીર કોરોના વાયરસનું જોખમ રહેલું હોય.

રોશ ફાર્મા ઇન્ડિયાના એમડી વી સિમ્પસન ઇમૈનુએલે કહ્યું કે ભારતમાં કોરોના વાયરસના વધતા ફેલાવા સાથએ રોશે હોસ્પિટલ અને સ્વાસ્થ્ય સેવા પર આવેલું ભારણ ઓછું કરવા માટે પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ દેશમાં ઝાયડસ કેડિલાની એક દવાને ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી આપવામાં આવી છે.