×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફ્યુચર રિટેલ- રિલાયન્સ ડીલઃ શેરધારકોની તરફેણ, લેણદારોએ પ્રસ્તાવ ફગાવ્યો


- ફ્યૂચર રિટેલ લિમિટેડ પર 29 ધિરાણકર્તાઓના સમૂહના રૂ. 17,000 કરોડના લેણાં બાકી

મુંબઇ : ફ્યૂચર રિટેલના લેણદારોએ કંપનીની એસેટ્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વેચવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. જ્યારે એક દિવસ પહેલાં જ શેરધારકોએ આ પ્રસ્તાવિત સોદાની તરફેણમાં મત આપ્યા હતા.

ફ્યૂચર રિટેલે શેરબજારને કરેલા ફાઇલિંગમાં શુક્રવારે જણાવ્યુ કે, 69 ટકા ધિરાણકર્તાઓ/ સિક્યોર્ડ ક્રેડિટરોએ રિલાયન્સ સાથેના પ્રસ્તાવિત સોદાની તરફેણમાં મત આપ્યો છે જ્યારે 30 ટકાએ તરફેણમાં મત આપ્યો છે. આજે રિલાયન્સને બિગ બજાર સહિત રિટેલ બિઝનેસ લગભગ રૂ. 24,700 કરોડની ડીલમાં વેચવાના પ્રસ્તાવ અંગે લેણદારો પાસેથી મંજૂરી માંગવા વોટિંગ યોજાયું હતુ. જાણકારોનું કહેવુ છે કે, લેણદારોએ રિલાયન્સ સાથેના સોદાની વિરુદ્ધમાં મતદાન કરતા ફ્યૂચર ગ્રૂપ ગંભીર નાણાંકીય સંકટમાં ફસાઇ શકે છે.  

હાલ ફ્યૂચર રિટેલ લિમિટેડ પર 29 ધિરાણકર્તાઓના કોન્સોર્ટિયમના રૂ. 17,000 કરોડના લેણાં બાકી છે. સમગ્ર ફ્યૂચર ગ્રૂપ ઉપર લગભગ રૂ. 30,000 કરોડનું દેવુ હોવાનું મનાય છે.