×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'ફ્યુઅલના વધતા ભાવોને લઈ દેશ મુશ્કેલીમાં', વિપક્ષના હોબાળા બાદ રાજ્યસભા સ્થગિત


- સમગ્ર દેશ સંકટમાં છે ત્યારે સરકારે કોઈ ઉકેલ શોધવો જોઈએઃ મલ્લિકાર્જુન ખડગે

નવી દિલ્હી, તા. 8 માર્ચ, 2021, સોમવાર

સંસદના બજેટ સત્રનો બીજો ભાગ આજથી શરૂ થઈ ગયો છે. રાજ્યસભામાં કાર્યવાહીની શરૂઆત થઈ કે તરત જ વિપક્ષે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને લઈ હોબાળો મચાવી દીધો હતો. આ કારણે રાજ્યસભાની કાર્યવાહીને 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. 

સવારે 11 વાગ્યે ફરી સદનની કાર્યવાહી શરૂ થઈ તો કોંગ્રેસ પેટ્રોલ-ડીઝલના ભાવો અંગે ચર્ચાને લઈ જિદ્દ પર ઉતરી આવી હતી પરંતુ ઉપસભાપતિએ આ ચર્ચા માટે મનાઈ કરી દીધી હતી. ત્યાર બાદ 1 વાગ્યા સુધી રાજ્યસભાને સ્થગિત કરી દેવામાં આવી હતી. 

વિપક્ષે સદનમાં કહ્યું કે, 'છેલ્લા થોડા દિવસોમાં પેટ્રોલ, ડીઝલ અને સિલિન્ડરની કિંમતો સાતમા આસમાને પહોંચી છે જેથી ગરીબ લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. આ એક દેશવ્યાપી મુદ્દો છે અને સરકારે તાત્કાલિક તે અંગે ચર્ચા કરવી જોઈએ.' કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, સમગ્ર દેશ સંકટમાં છે ત્યારે સરકારે કોઈ ઉકેલ શોધવો જોઈએ.

કોંગ્રેસના સાંસદોએ રાજ્યસભાની સાથે સાથે લોકસભામાં પણ પેટ્રોલ ડીઝલના વધતા ભાવોને લઈ સ્થગન પ્રસ્તાવ રાખ્યો છે. કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં અને મનીષ તિવારીએ લોકસભામાં સ્થગન પ્રસ્તાવ રાખ્યો છે તથા પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો અંગે ચર્ચાની માંગ કરી છે.