×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફોર્ડનો સાણંદ પ્લાન્ટ ટાટા મોટર્સ રૂ. 725 કરોડમાં ખરીદશે


- FIPL શરતોના આધાર પર પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું સંચાલન યથાવત રાખશે

અમદાવાદ, તા. 08 ઓગષ્ટ 2022, સોમવાર

ટાટા મોટર્સ લિમિટેડની પેટા કંપની ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (TPEML) અને ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (FIPL)એ આજ રોજ યુનિટ ટ્રાન્સફર એગ્રિમેન્ટ (UTA) પર હસ્તાક્ષર કર્યા છે. સાણંદ સ્થિત ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના સંપાદન માટે કરવામાં આવેલા આ કરારમાં સમગ્ર જમીન અને ઈમારતો, ત્યાં રહેલી મશીનરી અને સાધનો સાથેના વાહન ઉત્પાદન પ્લાન્ટનો સમાવેશ થાય છે. સાથે જ સાણંદ ખાતે FIPLની વાહન ઉત્પાદન માટેની કામગીરીમાં સામેલ તમામ યોગ્ય કર્મચારીઓની ટ્રાન્સફર તથા કુલ વિચારણા માટે ટેક્સ સિવાય 725.7 કરોડ (સાતસો પચ્ચીસ કરોડ અને સિત્તેર લાખ) રૂપિયાની રકમ નિર્ધારિત કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ ફોર્ડનું રિવર્સ ગીયર

FIPL પરસ્પર સંમતિ અંગેની શરતોના આધાર પર TPEML પાસેથી પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની જમીન અને ઈમારતો ભાડેથી પરત લઈને પોતાની પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું સંચાલન યથાવત રાખશે. 

આ પણ વાંચોઃ ટાટા મોટર્સ ફોર્ડ પ્લાન્ટમાં 2 લાખ EVsનું કરશે પ્રોડક્શન

ઉપરાંત TPEMLએ FIPLની આ પ્રકારની કામગીરી બંધ કરવાની સ્થિતિમાં તેના પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના લાયક કર્મચારીઓને રોજગારી ઓફર કરવા માટે પણ સહમતી દર્શાવી છે. 

ટ્રાન્ઝેક્નશ બંધ કરવું એ સરકારી સત્તાધીશો પાસેથી સંબંધિત મંજૂરીઓની પ્રાપ્તિ તથા શરતોની પરિપૂર્ણતાને આધીન રહેશે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રાન્ઝેક્શન માટે ગત તા. 30 મે 2022ના રોજ ગુજરાત સરકાર, TPEML અને FIPL વચ્ચે એક ત્રિપક્ષીય એમઓયુ થયા હતા. 

આ પણ વાંચોઃ ફોર્ડના પ્લાન્ટમાં બનશે ટાટાની ગાડીઓ