×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફિલ્મ જગતમાં દિલિપ કુમારને એક લિજેન્ડ તરીકે યાદ રખાશેઃ પીએમ મોદીએ આપી શ્રધ્ધાંજલિ


નવી દિલ્હી,તા.7.જુલાઈ.2021

બોલીવૂડના મેગા સ્ટાર અને ટ્રેજેડી કિંગ દિલિપ કુમારના નિધનથી તેમના કરોડો ચાહકો શોકમાં ગરકાવ છે.98 વર્ષે તેમનુ અવસાન થયુ છે.

તેમના ચાહકોથી માંડીને ભારતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તેમને શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમાં પીએમ મોદીનો પણ સમાવેશ થાય છે.પીએમ મોદીએ કહ્યુ હતું કે, દિલિપ કુમારજીને સિનેમાની દુનિયાના એક લિજેન્ડ તરીકે યાદ કરવામાં આવશે.તેમનામાં અદભૂત પ્રતિભા હતી.જેના કારણે દાયકાઓ સુધી દર્શકો મંત્રમુગ્ધ રહ્યા હતા.તેમની વિદાય આપણી સાંસ્કૃતિક દુનિયા માટે બહુ મોટી ખોટ છે.તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને દિલિપ કુમારના નિધન પર સંવેદના વ્યક્ત કરી છે.તેમણે લખ્યુ હતુ કે, ભારતીય ઉપમહાદ્વિપમાં તેમને પસંદ કરવામાં આવતા હતા.તેમનુ નિધન એક યુગનો અંત છે.ભારતના દિલમાં દિલિપ સાહેબ હંમેશા જીવતા રહેશે.તેમના પરિવાર અને અગણિત પ્રશંસકો સાથે સંવેદના.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ હતુ કે, દિલિપ કુમાર એક ઉત્તમ અભિનેતા અને સાચા કલાકાર હતા.ભારતીય ફિલ્મ જગતમાં તેમના અનુકરણીય ઉદાહરણ માટે તેમની પ્રશંસા થઈ હતી.ગંગા જમના જેવી તેમની ફિલ્મ લાખો ચાહકોને પ્રભાવિત કર્યા હતા.હું તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવા માટે મુંબઈ ગયો હતો ત્યારે વ્યક્તિગત રીતે તેમની સાથે મુલાકાત થઈ હતી.મહાન અભિનેતા સાથે વાત કરવાનો મારા માટે એક વિશેષ પ્રસંગ હતો.