×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફિર સ્કૂલ ચલે હમ: બાળમંદિર અને આંગણવાડી ફરી શરૂ કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય


અમદાવાદ, તા. 14 ફેબ્રુઆરી, 2022, સોમવાર

ગુજરાત સરકારે ગત સપ્તાહે ધોરણ 1થી 9ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યા બાદ હવે બાળમંદિર અને આંગણવાડી શરૂ કરવાનો પણ નિર્ણય કર્યો છે.

 સરકારના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ સંબોધીને કહ્યું કે, રાજ્યમાં શિક્ષણકાર્ય કોરોના પૂર્વે લઈ જવા સરકાર કટિબધ્ધ છે. બાળમંદિર, આંગણવાડી અને પ્રી-સ્કૂલ ગુરૂવારથી ફરી શરૂ કરવાનો નિર્ણય સરકારે કર્યો છે.

 કોરોનાકાળ બાદ પ્રથમ વખત નાના ભૂલકાંઓ ફરી શાળાએ જશે અને જીવનઘડતરની સાથે હવે શિક્ષણઘડતર પણ શરૂ કરશે. જોકે સરકારે SOP અંતર્ગત નાના બાળકોને પણ શાળાએ મોકલવા માટે વાલીઓની સંમતિ ફરજિયાત રાખી છે.