ફિચે અમેરિકાનું ક્રેડીટ રેટિંગ ડાઉનગ્રેડ કરતા બજારોમાં ખળભળાટ
- સતત વધતું દેવું અને નાણાકીય ખાધ સાથે શાસન 20 વર્ષમાં નબળું પડયું
- 2011માં S&Pના પગલાં બાદ ફરી એકવખત અમેરિકન ક્રેડીટ રેટિંગની વિશ્વને ચિંતા અમેરિકન સરકારે ફિચના પગલાંને તર્કહીન ગણાવ્યું, અર્થશાસ્ત્રીઓ પણ નિર્ણયથી નાખુશ
ન્યૂ યોર્ક : અગ્રણી સંસ્થા ફિચે મંગળવારે વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકાનું ફોરેન કરન્સી ક્રેડીટ રેટિંગ ત્રિપલ એ (AAA) થી ઘટાડી AA+ કરવાની જાહેરાત કરી છે. અચાનક જ આવેલા આ ક્રેડીટ રેટિંગના કારણે રોકાણકારો સલામતી તરફ વળ્યા હોવાથી ડોલર અને સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. અમેરિકન ક્રેડીટ રેટિંગ ઘટવાના કારણે બુધવારે ભારત સહીત એશીયાઇ શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જાપાનમાં નીક્કાઈ ઇન્ડેક્સ વર્ષમાં સૌથી વધુ ૨.૩ ટકા ઘટયો હતો. હોંગકોંગમાં હેંગસેંગ ઇન્ડેક્સ ૨.૫ ટકા, યુરોપીયન શેરનું માપદંડ ગણતો સ્ટોક્સ ૬૦૦ ઇન્ડેક્સ ૧.૪ ટકા, જર્મનીમાં ડાક્સ ૧.૪ અને ફ્રાંસમાં કેક ૧.૨ ટકા ઘટયા છે. ભારતમાં સેન્સેક્સ એક તબક્કે ૧૦૨૮ અને નિફ્ટી ૩૧૦ પોઈન્ટ ઘટી ગયા હતા. જોકે, છેલ્લી મીનીટોમાં ખરીદી નીકળતા ઘટયા મથાળેથી વધીને બંધ આવ્યા હતા.
અમેરિકામાં આગામી ત્રણ વર્ષ સુધી સરકારનું દેવું વધતું રહે અને તેના કારણે નાણાકીય ખાધ પણ વધતી રહેશે. અમેરિકન સરકારનું દેવું ૨૦૨૨ના વર્ષમાં જીડીપીના ૩.૭ ટકા હતું જે ૨૦૨૩માં વધી ૬.૩ ટકા અને ૨૦૨૪માં હજુપણ વધી ૬.૪ ટકા થઇ જવાની ધારણા છે. શાસનમાં નબળાઈની સાથે દેવું વધી રહ્યું છે. દેવાની સીમા વધારવા માટે સરકાર છેલ્લી ઘડી સુધી વાટાઘાટ કરતી રહે છે એટલે ક્રેડીટ રેટિંગ ઘટાડવામાં આવ્યું હોવાનું ફિચે જણાવ્યું હતું. ફિચે અમેરિકાના લાંબાગાળાના વિદેશી દેવાનું ક્રેડીટ રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે જ્યારે દેશનું ક્રેડીટ રેટિંગ ત્રિપલ એ ઉપર સ્થિર જ રાખ્યું છે.
અગાઉ, ૨૦૧૧માં એસએન્ડપી નામની ક્રેડીટ રેટિંગ એજન્સીએ પણ અમેરિકાના ક્રેડીટ રેટિંગમાં ઘટાડો કે ડાઉનગ્રેડ કરવાની જાહેરાત કરી હતી. એ સમયે અમેરિકામાં સરકારે તેની તીવ્ર ટીકા કરી હતી અને ૨૦૦૮ની નાણાકીય કટોકટી સમયે ક્રેડીટ રેટિંગ એજન્સી તરીકે એસએન્ડપીની નબળી કામગીરીની તપાસ કરવાની જાહેરાત કરી હતી. એસએન્ડપીના સીઈઓએ ત્યારે રાજીનામું આપવાની ફરજ પડી હતી.
ક્રેડીટ રેટિંગ ડાઉનગ્રેડ કરવાના ફિચના નિર્ણયની ટ્રેઝરી સેક્રેટરી (ભારતમાં નાણામંત્રી સમકક્ષ) જેનેટ યેલેને આકરી ટીકા કરી તેને તર્કહીન જણાવ્યું છે. યેલેને એમ પણ જણાવ્યું છે કે ફિચનું આંકલન જૂનાના આંકડાઓને આધારિત છે.
અમેરિકાના ક્રેડીટ રેટિંગ ડાઉનગ્રેડની સમગ્ર વિશ્વમાં અસર પડી શકે છે. અમેરિકન ચલણ અને સરકારની જમીનગીરીઓ કે ટ્રેઝરી પેપર સૌથી સલામત રોકાણ ગણવામાં આવે છે. અમેરિકાના ૭.૬ ટ્રીલીયન ડોલરના ટ્રેઝરી પેપરમાં વિદેશી દેશોએ રોકાણ કરેલું છે જેનો ત્રીજો ભાગ જાપાન અને ચીન પાસે છે. ક્રેડીટ રેટિંગ નબળું પડે એટલે તેમાં રોકાણકારોનો વિશ્વાસ ઘટે છે અને તેમાં વેચવાલી આવે છે. વેચવાલીના કારણે બોન્ડના યીલ્ડ વધે છે. જોકે, આ જાહેરાતથી બહુ મોટો ફેર નહી પડે એવું નિષ્ણાતો માને છે.
'આ જાહેરાતથી અમેરિકાના અર્થતંત્ર કે બજાર ઉપર લાંબાગાળે કોઈ અસર થશે નહિ અને બજાર તેને નકારી કાઢશે,' એમ કેમ્બ્રિજ ખાતે ક્વીન્સ કોલેજના પ્રેસિડેન્ટ મોહમ્મદ અલ એરીયને જણાવ્યું હતું. નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી પોલ ક્રગમેને જણાવ્યું હતું કે ફિચના પોતાના ધોરણો અનુસાર પણ આ પગલાંનો કોઈ અર્થ સમજતો નથી. આની પાછળ કોઈ વાત હશે પણ એ વાત અમેરિકન અર્થતંત્રની સદ્ધરતાની નહી પણ ફિચ સાથે જોડાયેલી છે. મૂડીઝના ચીફ ઈકોનોમીસ્ટ માર્ક ઝાન્ડીએ જણાવ્યું હતું કે વિશ્વમાં જ્યારે મંદી આવે ત્યારે વૈશ્વિક રોકાણકારોને પૂછો કે ક્યાં રોકાણ કરવું જોઈએ, એ અમેરિકા જ છે.
દરમિયાન, અમેરિકાના પૂર્વ ટ્રેઝરી સેક્રેટરી લેરી સમર્સ જણાવ્યું હતું કે અમેરિકા સામે નાણાકીય શિસ્તના પડકાર છે એમાં કોઈ શંકા નથી પણ અમેરિકન અર્થતંત્ર અત્યારે મજબૂત છે અને હજુ અપેક્ષા કરતા વધારે ઝડપથી વધી રહ્યું છે ત્યારે આ ડાઉનગ્રેડ અયોગ્ય લાગી રહ્યું છે.
અમેરિકન બજારો બુધવારે ખુલ્યા ત્યારે ૧૦ વર્ષના ટ્રેઝરીનું યીલ્ડ વધી ૪.૦૮૮, અને બે વર્ષના બોન્ડનંધ યીલ્ડ ઘટી ૪.૮૯૮ નોંધાયું છે. સોનાના વાયદા ૨.૩૫ ડોલર વધી ૧૯૬૧.૪૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. વિશ્વના છ મુખ્ય ચલણ સામે અમેરિકન ડોલરનું મૂલ્ય દર્શાવતો ડોલર ઇન્ડેક્સ વધી ૧૦૨.૪૪ની સપાટી ઉપર છે.
ડાઉજોન્સ, નાસ્ડાકમાં તીવ્ર ઘટાડો
બુધવારે ટ્રેડીંગની શરૂઆત થતાં જ અમેરિકન શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડેક્સ ૨૬૯ પોઇન્ટ કે ૦.૭ ટકા ઘટયો હતો. નાસ્ડાક ૩૮૦ પોઇન્ટ કે ૨.૪૩ ટકા અને એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સ ૬૪ પોઇન્ટ કે ૧.૩૯ ટકા ઘટયા હતા. મંગળવારે ફિચ ક્રેડિટ રેટીંગ્સે અમેરિકાનું ક્રેડિટ રેટીંગ્સ ઘટાડતા બજારમાં વેચવાલી જોવા મળી હતી. ક્રેડિટ રેટીંગ ઘટતા જોખમી શેરબજારમાં વેચાણ હતું. અમેરિકન ડોલર વધ્યો હતો અને સરકારના ટ્રેઝરી પેપરમાં પણ વેચવાલી હતી. બુધવારે આ લખાય છે ત્યારે અમેરિકન ૧૦ વર્ષના ટ્રેઝરી વધી ૪.૧ની સપાટી તરફ પહોંચ્યા હતા.
આ ઉપરાંત, બે વર્ષ અને ૩૦ વર્ષના ટ્રેઝરીમાં પણ વેચાણ હતું.