×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફરી માથુ ઉંચકતો કોરોના: કર્ણાટકની એક કોલેજના 40 વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત

નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2021, બુધવાર

દેશમાં ફરીથી કોરોના સંક્રમણ માથું ઉંચકતો હોય એવું જણાઈ રહ્યું છે. કર્ણાટકની એક કોલેજના 40 વિદ્યાર્થીઓ અને એક એપાર્ટમેન્ટના 103 લોકો કોરોના સંક્રમિત થયાં છે.

બેંગલુરુની નર્સિંગ કોલેજના 210 વિદ્યાર્થીઓમાંથી 40 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાં છે. તેમાંથી 18 વિદ્યાર્થીઓને વિક્ટોરિયા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. જ્યારે અન્યોને હોસ્ટેલમાં સેલ્ફ આઈસોલેટમાં રાખમાં આવ્યા છે. આમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ કેરળના રહેવાસી છે.

જ્યારે બેંગલુરુના એક એપાર્ટમેન્ટના 103 લોકો સંક્રમિત થયાં છે તેમાંથી 96 લોકો 60 વર્ષથી વધારે વયના છે, હાલમાં જ એપાર્ટમેન્ટમાં પાર્ટી થઈ હતી અને જે બાદ આ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાંથી આ લોકો સંક્રમિત થયાં છે.

રાજ્યમાં થયેલા કોરોના બ્લાસ્ટથી કર્ણાટકે કેરળથી આવનારા લોકોને લઈને સખ્તાઈ વધારી દીધી છે. રાજ્યના તંત્ર અનુસાર કેરળથી કર્ણાટકની હોટલ, રિઝોર્ટ અને કોઈ પણ નિવાસસ્થાને રોકાવા માટે 72 કલાક પહેલાનો નેગેટિવ RT-PCR રિપોર્ટ હોવો જોઈએ.