×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પ્રશાંત કિશોરનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાવવાનો ઈનકાર



26 એપ્રિલ, 2022 મંગળવાર

નવી દિલ્હી : પ્રશાંત કિશોર અને કોંગ્રેસના મોવળી મંડળ વચ્ચે છેલ્લા એક મહિનામાં થયેલ અનેક બેઠકો બાદ અંતે કોંગ્રેસે એમ્પાવર્ડ એક્શન ગ્રુપ 2024ની રચનાની જાહેરાત કરી છે. આ કમિટીમાં પીકેને જોડાવવા માટે કોંગ્રેસે આપેલ આમંત્રણનો પ્રશાંત કિશોરે ઈનકાર કર્યો છે.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરી જાણકારી આપી કે કોંગ્રેસની પાર્ટી જોઈન કરવાની ઓફર પ્રશાંત કિશોરે ઓફર ફગાવી છે.  કોંગ્રેસ અધ્યક્ષે સંગઠન અને રાજનીતિ પડકારને પારખવા માટે 8 સદસ્યની સમિતિનો રિપોર્ટ આપ્યો છે. 21 એપ્રિલએ આ વિશે ચર્ચા થઈ હતી અને કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ આ બેઠક વિશે કહ્યુ કે પ્રશાંત કિશોરને પાર્ટીમાં અમુક નિશ્ચિત જવાબદારીઓ સાથે જોડાવવા આમંત્રણ આપ્યું હતુ પરંતુ તેમણે તેનો અસ્વીકાર કર્યો છે.



કોંગ્રેસ પાર્ટીની કાયાપલટ માટે પ્રશાંત કિશોરએ કોંગ્રેસને એક વિસ્તૃત યોજના પ્રસ્તુત કરી છે. સોશ્યલ મીડિયા પર સર્કુલેટ યોજનાના એક જૂના સંસ્કરણ અનુસાર તેમણે વ્યાપક પરિવર્તનની સલાહ આપી છે. જેમાં બિન-ગાંધીઓને પ્રમુખ નેતૃત્વ ભૂમિકામાં લાવવાની વાત લખી છે. સાથે જ તે નેતાઓના એક જૂથને હટાવવાની પણ સલાહ આપવામાં આવી છે જે કોઈ પણ ચૂંટણી- રાજ્ય, કેન્દ્ર અથવા અહીં સુધી કે સંગઠનની અંદર જીતવામાં નિષ્ફળ રહ્યા છે.