×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પ્રવાસી ભારતીય સંમેલનમાં PM મોદીએ કહ્યું 'આપણા માટે આખુ વિશ્વ જ સ્વદેશ છે'

Image : screen grab Narendra Modi twitter

ઈન્દોર, 9 જાન્યુઆરી 2022, સોમવાર

આજે પ્રવાસી ભારતીય દિવસ છે અને અતિથી દેવો ભવની તર્જ પર પ્રવાસી ભારતીય સંમેલન માટે ઇન્દોર ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પધારોં મારા ઘર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના 75 જેટલા ઘરોએ પ્રવાસીઓને તેમના ઘરમાં રહેવા માટે સંમતિ આપી છે. આજે પ્રવાસી ભારતીય સંમેલનનું યજમાન ઇન્દોર શહેરને મળ્યું છે. જેના માટે ઈન્દોરમાં આવનાર NRIનું સ્વાગત કરવામાં કોઈ કસર છોડવા માંગતું નથી. આ માટે અનોખા પ્રયાસો થઈ રહ્યા છે. ઈન્દોર ડેવલપમેન્ટ ઓથોરિટીએ મુલાકાતી મહેમાનોને પરિચિત લાગે તે માટે પધારો મારા ઘર અભિયાન શરૂ કર્યું છે. જેના માટે શહેરમાં 75 મકાનો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 40 જેટલા મકાનોમાં મહેમાનો આવી ચુક્યા છે.

PM મોદીએ સંબોધનમાં કહી આ વાત

આ સંમેલનમાં પીએમ મોદી ઉપસ્થિત રહ્યા હતા અને તેણે સંબોધન કર્યુ હતું. પીએમ મોદીએ દેશના 130 કરોડ લોકો વતી પ્રવાસીઓનું સ્વાગત કરતા કહ્યુ હતું કે આખી દુનિયા આપણો દેશ છે. આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું હતું કે આ કાર્યક્રમ લગભગ ચાર વર્ષ પછી યોજાઈ રહ્યો છે અને ચાર વર્ષ પછી તે તેના મૂળ સ્વરૂપમાં સંપૂર્ણ ભવ્યતા સાથે પરત ફરી રહ્યો છે. પ્રિયજનોને રૂબરૂ મળવાનો, રૂબરૂ વાત કરવાનો એક અલગ જ આનંદ મળે છે.