×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં પાંચ લાખથી વધુ લોકો વ્યસન મુક્ત બનશે

અમદાવાદ, 

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં પ્રમુખસ્વામી નગરમાં વિવિધ પ્રકલ્પો  અને પ્રદર્શન પણ યોજાશે. મહોત્સવનું હેતુ માત્ર પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીનો જ નહીં પરંતુ એક સામાજિક ક્રાંતિ લાવવાનો પણ છે. જે માટે બીએપીએસ દ્વારા અનેકાયોજનો કરાયા છે.આ આયોજનમાં રક્તદાન અંગે લોકોમાં જાગૃતતા આવે તેમજ સમાજ વ્યસન મુક્ત બને. તે માટે વિશેષ આયોજન કરાયું છે. જે મુજબ રક્તદાન શિબિર પણ યોજવામાં આવશે. આરતી શિબિરમાં પ્રમુખસ્વામી નગરમાં આવતા મુલાકાતીઓ અને હરિભક્તો સ્વેચ્છિક રક્તદાન કરી એક ઐતિહાસિક સિદ્ધિ પણ નોંધાવી શકે છે. જેમાં પાંચ લાખથી વધારે બ્લડ યુનિટ એકત્ર કરવાનો પણ ટાર્ગેટ છે.  આ બ્લડ ગુજરાતની વિવિધ બ્લડ બેંકોના સહયોગથી એકત્ર કરવામાં આવશે અને જરૂરિયાતમંદોને કોઈપણ મુશ્કેલી વિના મળી રહે તે રીતે આયોજન કરાયું છે.પ્ર મુખસ્વામી મહારાજ હંમેશા વ્યસનો થી દૂર રહેવા માટેનો આગ્રહ રાખતા હતા. તેમના વિચરણ દરમ્યાન તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના હોય કે બીજા સંપ્રદાયના હોય તેમને વ્યસનથી દૂર રાખવા માટે સતત સમજાવતા હતા. તેમના આ પ્રયાસ થકી એક ઐતિહાસિક ક્રાંતિ આવી હોય તેમ લાખો લોકો વ્યસનથી મુક્ત થયા હતા. ત્યારે પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી ની ઉજવણીમાં આવનારા લોકોને વ્યસનથી દૂર રહેવા માટે સમજાવટથી માંડી તેમને થતા આર્થિક અને સામાજિક તેમજ શારીરિક નુકસાન અંગે પણ સમજણ આપવા એક વિશેષ ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. જે તમાકુ અને દારૂ કે પછી અન્ય નશાની ચીજવસ્તુનુ વ્યસન કરતા લોકોને વ્યસન મુક્ત કરવા માટે સમજાવટ કરશે. પ્રમુખસ્વામી નગરમાં પાંચ લાખ થી વધુ લોકોને વ્યસન મુક્ત થશે તે આશા આ મિશન સાથે જોડાયેલા સ્વૈચ્છિક કાર્યકરોએ વ્યસ્ત કરી છે. હાલના આધુનિક અને સોશિયલ મીડિયા સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા સમયને કારણે ઘણા પરિવારો તૂટી રહ્યા છે. અને સામાજિક સ્તરે ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે ઘર સભા દ્વારા કે પરિવારના સભ્યો અન્ય રીતે દરરોજ એકબીજા સાથે ગુણવત્તા વાળો સમય પસાર કરી સમજણ કેળવે તે માટે પણ જનજાગૃતિનુ હું પણ આયોજન કરાવ્યું છે.આમ ,પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી તેમના 100 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીની યાદગાર સ્મૃતિ સાથે લાખો પરિવારોમા પણ આંતરિક શાંતિ જળવાઈ રહે તે માટે પણ એક વિશેષ આયોજન કરાયું છે.