×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પ્રદેશ અધ્યક્ષ બનતા જ ફોર્મમાં આવ્યા સિદ્ધુ- રસ્તાઓ પર બેઠો છે દેશનો ખેડૂત, ઉકેલ શોધવો જરૂરી


- હું અને નવજોત સિંહ સિદ્ધુ સાથે કામ કરીશુંઃ કેપ્ટન અમરિંદર સિંહ

નવી દિલ્હી, તા. 23 જુલાઈ, 2021, શુક્રવાર

પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વ્યાપેલું સંકટ અમુક હદે ઘટી રહેલું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસી નેતા નવજોત સિંહ સિદ્ધુએ શુક્રવારે સવારે પંજાબ કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળ્યુ હતું. 

પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સિદ્ધુનો હુંકાર

નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ જણાવ્યું કે, આજે દેશનો ખેડૂત દિલ્હીના રસ્તાઓ પર ધરણા ધરી રહ્યો છે, આ સૌથી મોટી સમસ્યા છે. કાર્યકર્તાના વિશ્વાસમાં ભગવાનનો અવાજ છે, અમે કાર્યકર્તાઓનો અવાજ સાંભળીશું. શા માટે ચોરોની ચોરી પકડાઈ ન જાય અને શા માટે મોંઘી વીજળી ખરીદવામાં આવે?

સિદ્ધુ અને હું સાથે કામ કરીશુંઃ કેપ્ટન

આ દરમિયાન કેપ્ટન અમરિંદર સિંહ પણ તેમના સાથે ઉપસ્થિત હતા અને તમામ કાર્યકરો વચ્ચે બંનેએ મંચ શેર કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું કે, જ્યારે સોનિયા ગાંધીએ તેમને જણાવ્યું કે તેઓ નવજોત સિંહ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવા ઈચ્છે છે ત્યારે મેં કહ્યું હતું કે હું તમારા નિર્ણયનું સ્વાગત કરીશ. હું અને નવજોત સિંહ સિદ્ધુ સાથે કામ કરીશું.