×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પ્રથમ તબક્કો : જાણો પ્રથમ કલાકમાં કયા જિલ્લામાં કેટલું થયું મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં યોજાનાર 89 બેઠકો માટે કુલ બે કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ કુલ મતદારોમાં 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરૂષ મતદારો, 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો સામેલ છે. સર્વિસ વોટરોની સંખ્યાની વાત કરીએ તો કુલ 27 હજાર 877 સર્વિસ વોટરનો સમાવેશ છે. સર્વિસ વોટર હેઠળ પ્રથમ તબક્કામાં 9 હજાર 371 પુરૂષ અને 235 મહિલા મતદારો મળી 9 હજાર 606 સર્વિસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી  રહ્યા છે. પ્રથમ તબક્કામાં 3 હજાર 331 મતદાન મથક સ્થળો પર 9,014 મતદાન મથકો આવેલા છે.