×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પ્રતિબંધના જવાબમાં રશિયાનુ મોટુ પગલુ, બ્રિટિશ PMના પ્રવેશ પર પ્રતિબંધ


મોસ્કો, તા. 17 એપ્રિલ 2022 રવિવાર

રશિયન વિદેશ મંત્રાલયના હવાલાથી જણાવ્યુ કે રશિયા પર લગાવાયેલા પ્રતિબંધના જવાબમાં યુકેના પીએમ બોરિસ જોનસન અને ઉચ્ચ અધિકારીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આ કારણે ઉઠાવાયુ મહત્વનુ પગલુ

રશિયન વિદેશ મંત્રાલયએ એક નિવેદનમાં કહ્યુ આ પગલુ લંડનની બેલગામ માહિતી અને રશિયાને આંતરરાષ્ટ્રીય સ્તર પર અલગ કરવા, અમારા દેશને પ્રતિબંધિત કરવા અને ઘરેલૂ અર્થવ્યવસ્થાનુ ગળુ દબાવવાના ઉદ્દેશ્યથી રાજનીતિક અભિયાનની પ્રતિક્રિયા તરીકે ઉઠાવવામાં આવ્યુ હતુ. 

યુદ્ધમાં યુક્રેનની સાથે બ્રિટન?

ઉલ્લેખનીય છે કે બ્રિટનના રાષ્ટ્રપતિ બોરિસ જોનસનએ તાજેતરમાં જ યુદ્ધગ્રસ્ત યુક્રેનનો અચાનક પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે રશિયન હુમલાથી તબાહ કીવનુ નિરીક્ષણ કર્યુ. જોનસન જેલેંસ્કીની સાથે કીવના રસ્તા પર ફરતા જોવા મળ્યા હતા.