×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પ્રજાને ફરી એક વખત ઘંટનાદ અને થાળી વગાડવા આહ્વાન

અમદાવાદ,તા.22 માર્ચ 2022,શનિવાર

22મી માર્ચ, 2020ના દિવસે જનતા કર્ફ્યુના દિવસે દેશમાં કોરોનાને હરાવવા માટે ઘંટનાદ અને થાળી વગાડવાના મહાઅભિયાનની હાકલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ જ પ્રકારનું વધુ એક આહવાન રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવ્યું છે જેમાં 31મી માર્ચ, 2022ના રોજ સમગ્ર દેશને થાળી વગાડવા અને ઘંટનાદ સાથે પોતાનો અવાજ રજૂ કરવા જણાવાયું છે.

દેશ હાલ બેરોજગારી અને મોંઘવારીની ચોતરફી માર સહન કરી રહ્યો છે અને તેવામાં હવે સરકાર સામે બાંયો ચઢાવવા આ પ્રકારના અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર મામલો એમ છે કે કોંગ્રેસે 31મી માર્ચના રોજ દેશમાં રોજેરોજ વધી રહેલ પેટ્રોલ-ડીઝલની સાથે રાંધણ ગેસ, ખાદ્યતેલ સહિતના અનેક મોરચે સામાન્ય જનતાને નડી રહેલ મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન રજૂ કરવા વર્ષના અંતિમ દિવસે 11 વાગે થાળી વગાડવા અને ઘંટનાદ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.

કેમ્પેઈન લોંગ કરતા કોંગ્રેસે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે જનતાની બેશરમ છેડતીબંધ થવી જોઈએ. પાર્ટીએ એ પણ જાહેરાત કરી કે તેઓ ઈંધણના ભાવ વધારા સામે 31 માર્ચે વિરોધ રાષ્ટ્રીય સ્તરે વિરોધ પ્રદર્શન કરશે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે 31મી માર્ચે સવારે 11 કલાકે ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા સામે બહેરી ભાજપ સરકારનું ધ્યાન દોરવા માટે લોકો તેમના ઘરો અને જાહેર સ્થળોની બહાર ગેસ સિલિન્ડરો અને થાળી-ઘંટ જેવા સાધનો સાથે વિરોધ કરશે.

મોદી સરકારે કોરોના વાયરસ સામે જનતાને જાગૃત કરવા અને એકિકૃત ધ્વનિથી કોરોના વાયરસ ભાગી જશે તેવા પાયાવિહોણા તથ્યો સાથે 22મી માર્ચ, 2020ના દિવસે સાંજે 5 કલાકે દેશની જનતાને શંખનાદ, ઘંટનાદ અને થાળી જેવા વાંજિત્રો સાથે એક જ ધ્વનિમાં રણકાર કરવા વડાપ્રધાન મોદીએ આહ્વાન કર્યું હતુ.