×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પોસ્ટની બચત યોજનાના વ્યાજ દરમાં 0.7 ટકા સુધીનો વધારો


- કેન્દ્ર સરકારે કિસાન વિકાસપત્રના વ્યાજદર 7.2 વધારી 7.5 ટકા કર્યા

- નેશનલ સેવિંગ સર્ટિફિકેટના વ્યાજ દર 7 ટકાથી વધારીને 7.7 ટકા કર્યા : સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમના 8.2 ટકા કર્યા

- સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજદર 7.6 ટકાથી વધારીને 8 ટકા કરવામાં આવ્યા

- પબ્લિક પ્રોવિડન્ટ ફંડના વ્યાજદર 7.1 ટકા યથાવત જાળવી રાખ્યા

અમદાવાદ : કેન્દ્રના નાણાં ખાતાએ પહેલી એપ્રિલ ૨૦૨૩થી ૩૦મી જૂન ૨૦૨૩ના ત્રણ મહિના માટે પોસ્ટની નાની બચત યોજનાના વ્યાજના દરમાં ૧૦ પૈસાથી માંડીને ૭૦ પૈસા સુધીનો વધારો કર્યો છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સના વ્યાજના દરમાં સૌથી વધુ ૭૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલી જાન્યુઆરી ૨૦૨૩ના જાહેર કરેલા વ્યાજદરમાં નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સના વાર્ષિક વ્યાજદર ૭ ટકા હતા તે આ વખતે વધારીને ૭.૭ ટકા કરી દેવામાં આવ્યા છે. પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટના વ્યાજના દર ૫.૮ ટકાથી વધારીને ૬.૨ ટકા કરી દેવામાં આવ્યા છે. બીજીતરફ પબ્લિક પ્રોવિડન્ટ ફંડના વ્યાજના દરમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.  

નેશનલ સેવિંગ સર્ટિફિકેટના વ્યાજદરના વધારા પછી સૌથી વધુ વધારો પાંચ વર્ષની મુદતી થાપણના વ્યાજદરમાં કરવામાં આવ્યો છે. પાંચ વર્ષની મુદતી થાપણના વ્યાજદર ૭ ટકા હતા તે વધારીને ૭.૫ ટકા કરી દેવામાં આવ્યા છે. જોકે ત્રણ વર્ષની મુદતી થાપણના વ્યાજદરમાં માત્ર ૧૦ પૈસાનો વધારો કરીને ૬.૯ ટકાથી વધારી ૭ ટકા કરવામાં આવ્યા છે. બે વર્ષની મુદતી થાપણના વ્યાજદર પણ ૬.૮ ટકાથી વધારી ૬.૯ ટકા કરવામાં આવ્યા છે. એક વર્ષની મુદતી થાપણના વ્યાજના દર ૬.૬ ટકાથી વધારીને ૬.૮ ટકા કરવામાં આવ્યા છે. સેવિંગ ખાતામાં પડી રહેતી ડિપોઝિટ પર અગાઉની માફક જ ૪ ટકા વ્યાજ આપવામાં આવશે. 

માસિક આવક યોજનાના વ્યાજના દરમાં કરવામાં આવ્યો છે. માસિક આવક યોજનાના વ્યાજદર ૭.૧ ટકાથી વધારીને ૭.૪૦ ટકા કરવામાં આવ્યા છે. આમ તેમાં ૩૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.  સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમના વ્યાજના દર ૮ ટકાથી ૨૦ પૈસા વધારીને ૮.૨ ટકા કરવામાં આવ્યા છે. ફેબુ્રઆરી માસમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણ કરવાના નાણાંનું પ્રમાણ ૧૫ લાખથી વધારીને ૩૦ લાખ કરી આપવામાં આવ્યું છે. આમ એક સિનિયર સિટીઝન આ સ્કીમમાં રૂ. ૨૦ લાખનું રોકાણ કરે તો તેને વરસે દહાડે રૂ. ૨.૪૬ લાખની વ્યાજની આવક મળી શકે છે.

માસિક આવક યોજનાના વ્યાજના દર ૭.૧ ટકાથી ૩૦ પૈસા વધારીને ૭.૪ ટકા કરવામાં આવ્યા છે. ૨૦૨૩-૨૪ના વર્ષના બજેટમાં માસિક આવક યોજનામાં વ્યક્તિગત રોકાણની મર્યાદા ૪.૫ લાખથી વધારીને ૯ લાખ કરી આપવામાં આવી છે. તેમ જ પતિ અને પત્ની બંને મળીને તેમાં રૂ. ૧૫ લાખનું રોકાણ કરી શકે છે. આમ માસિક આવક યોજનામાં પણ વરસે દહાડે રૂ. ૧,૧૧,૦૦૦ની વાર્ષિક વ્યાજની આવક મેળવી શકાશે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજના દર ૭.૬ ટકાથી વધારીને ૮ ટકા કરી દેવામાં આવ્યા છે. તેમ જ કિસાન વિકાસ પત્રના વ્યાજના દર ૭.૨ ટકાથી વધારીને ૭.૫ ટકા કરી દેતા તેમાં કરેલું રોકાણ ૧૨૦ મહિને ડબલ થતું હતું તે હવે ૧૧૫ મહિને ડબલ થઈ જશે. બીજીતરફ પબ્લિક પ્રોવિડન્ટ ફંડના વ્યાજના દર પૂર્વવત ૭.૧ ટકા જ રાખીને તેમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. નોકરિયાતો અને નાગરિકોની ભાવિની સલામતી માટેની આ યોજનાના વ્યાજદરમાં કોઈ જ વધારો ન કરીને ફરી એકવાર તેમને અન્યાય કર્યો હોવાની લાગણી બળવત્તર બની છે.

બચત ખાતાની થાપણ

૩૧ માર્ચ, ૨૦૨૩

૩૦ જૂન, ૨૦૨૩

-

સુધીના વ્યાજદર

સુધીના વ્યાજદર

એક વર્ષની મુદતી થાપણ

૪.૦ ટકા

૪.૦ ટકા

બે વર્ષની મુદતી થાપણ

૬.૬ ટકા

૬.૮ ટકા

ત્રણ વર્ષની મુદતી થાપણ

૬.૯ ટકા

૭.૦ ટકા

પાંચ વર્ષની મુદતી થાપણ

૭.૦ ટકા

૭.૫ ટકા

પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ

૫.૮ ટકા

૬.૨ ટકા

સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ

૮.૦ ટકા

૮.૨ ટકા

માસિક આવક યોજના

૭.૧ ટકા

૭.૪ ટકા

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ

૭.૦ ટકા

૭.૭ ટકા

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ

૭.૧ ટકા

૭.૧ ટકા

કિસાન વિકાસ પત્ર

૭.૨ ટકા

૭.૫ ટકા

સુકન્ય સમૃદ્ધિ યોજના

૭.૬ ટકા

૮.૦ ટકા