×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પેશાવરમાં શિયા મુસ્લિમોની મસ્જિદમાં નમાઝ વખતે આત્મઘાતી વિસ્ફોટ, 56નાં મોત


અફઘાનિસ્તાન સરહદ નજીક આવેલુ પાક.નું શહેર ધણધણ્યું

બે હુમલાખોરોએ હુમલાનો પ્રયાસ કર્યો, એકે ગોળીબાર, બીજાએ પોતાને બોમ્બથી ઉડાવ્યો, 200થી વધુ ઘવાયા

હુમલા પાછળ સુન્ની મુસ્લિમ આતંકી સંગઠનોનો હાથ હોવાની પાક. પોલીસને શંકા, કોઇ સંગઠને જવાબદારી ન લીધી

મસ્જિદોની દિવાલો લોહીથી ખરડાઈ, હોસ્પિટલોમાં ઇમર્જન્સી જાહેર કરાઇ, ડોક્ટરોને પરત બોલાવવા પડયા

પેશાવર : પાકિસ્તાનના પેશાવરમાં શિયા મુસ્લિમોની મુુસ્જિદ પર એક ભિષણ આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં 56થી વધુ લોકો માર્યા ગયા હતા જ્યારે 200થી વધુ ઘવાયા છે. અફઘાનિસ્તાનની સરહદે આવેલા પેશાવર શહેરમાં હાલના સમયમાં સૌથી લોહિયાળ હુમલો માનવામાં આવે છે.

શિયા મુસ્લિમોને શુક્રવારની નમાઝ દરમિયાન ટાર્ગેટ કરીને આ હુમલો સુન્ની આતંકી સંગઠન દ્વારા કરવામાં આવ્યો હોવાનું સૃથાનિક પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું.  પોલીસના જણાવ્યા અનુસાર પેશાવરના કિસ્સા ખવાણી બાઝાર વિસ્તારમાં આવેલી જામિયા મસ્જિદને ટાર્ગેટ કરીને આતંકીઓ દ્વારા આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો.

જોકે આ હુમલાની જવાબદારી હજુસુધી કોઇ આતંકી સંગઠને નથી લીધી પણ તેની પાછળ આઇએસ આૃથવા અન્ય સુન્ની મુસ્લિમ આતંકી સંગઠન સામેલ હોવાની શક્યતાઓ પોલીસે વ્યક્ત કરી હતી. અહીંના લેડી રીડિંગ હોસ્પિટલના મીડિયા મેનેજર આસીમ ખાને કહ્યું હતું કે અત્યાર સુધીમાં 40 મૃતદેહો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

મૃત્યુઆંક 56ને પાર જતો રહ્યો છે અને ઘાયલોની સંખ્યા વધુ છે તેમાં કેટલાકની સિૃથતિ અત્યંત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે તેમ સૃથાનિક પાકિસ્તાની મીડિયાએ જણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા પેશાવરના એસએસપી હરૂન રશીદ ખાને કહ્યું હતું કે આ એક આત્મઘાતી વિસ્ફોટ હતો. બે હુમલા હતા તેમાં માત્ર એક જ આત્મઘાતી હુમલાવર હતો.

હોસ્પિટલમાં ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી અને જે ડોક્ટરો રજા પર હતા તેમને પરત બોલાવી લેવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે બે હુમલાખોરોએ મસ્જિદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન સુરક્ષાકર્મીઓની સાથે ગોળીબાર થયો હતો. જેમાં એક પોલીસ ઓફિસરનું સૃથળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે બીજો ઓફિસર ઘવાયો હતો.

પાક.ના વડાપ્રધાન ઇમરાન ખાને દુ:ખ વ્યક્ત કર્યું હતું અને દાવો કર્યો હતો કે હુમલાખોરોને આકરી સજા કરાશે જ્યારે પીડિતોને ન્યાય અપાશે. પેશાવરના મુખ્યમંત્રીની સાથે તેમણે ઇમર્જન્સી બેઠક બોલાવી હતી અને હુમલાની જાણકારી મેળવી હતી.