×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પેરાલમ્પિકઃ રોમાંચક મેચમાં સિલ્વર જીત્યા નોએડાના DM સુહાસ, PMએ કહ્યું- તમારૂં પ્રદર્શન અસાધારણ


- વર્તમાન પેરાલમ્પિકમાં ભારત અત્યાર સુધીમાં 18 મેડલ જીત્યું છે અને ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 4 ગોલ્ડ, 8 રજત અને 6 કાંસ્ય મેડલ આવ્યા

નવી દિલ્હી, તા. 05 સપ્ટેમ્બર, 2021, રવિવાર

ભારતીય બેડમિન્ટન ખેલાડી અને ગૌતમ બુદ્ધ નગરના જિલ્લાધિકારી સુહાસ એલ યથિરાજે ટોક્યો પેરાલમ્પિકમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. રવિવારે તેમને બેડમિન્ટનની પુરૂષ સિંગલ્સ એસએલ4 ફાઈનલમાં ફ્રાંસના વર્લ્ડ નંબર-1 લુકાસ મજૂરે 63 મિનિટમાં 15-21, 21-17, 21-15થી હરાવ્યા હતા. 38 વર્ષીય સુહાસે પેરાલમ્પિકની બેડમિન્ટન ઈવેન્ટમાં પ્રમોદ ભગતના ગોલ્ડ બાદ સિલ્વર મેડલ અપાવ્યો હતો. ટોક્યો રમતોમાં ભારતના મેડલની સંખ્યા 18 થઈ ગઈ. 

એસએલ4 વર્ગમાં જ તરૂણ ઢિલ્લોએ કાંસ્ય પદક મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ઈન્ડોનેશિયાની ફ્રેડી સેતિયાવાને તેમને 32 મિનિટમાં 21-17, 21-11થી માત આપી. વર્તમાન પેરાલમ્પિકમાં ભારત અત્યાર સુધીમાં 18 મેડલ જીત્યું છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 4 ગોલ્ડ, 8 રજત અને 6 કાંસ્ય મેડલ આવ્યા છે. આ પેરાલમ્પિકના ઈતિહાસમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. રિયો પેરાલમ્પિક (2016)માં ભારત 2 સુવર્ણ સહિત 4 મેડલ જીત્યું હતું. 

એસએલ વર્ગમાં એ ખેલાડીઓ હિસ્સો લે છે જેમને ઉભા થવામાં સમસ્યા હોય કે નીચલા પગનો વિકાર હોય, જ્યારે એસયુમાં ઉપરી હિસ્સાના વિકારવાળા એથલીટ રમે છે. સુહાસના એક પગની ઘૂંટીમાં સમસ્યા છે. 

વડાપ્રધાને પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુહાસને શુભેચ્છા આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, સેવા અને રમતનો અદ્ભૂત સંગમ! સુહાસ યથિરાજે પોતાના અસાધારણ પ્રદર્શનના કારણે આપણા સમગ્ર દેશની કલ્પના પર કબજો જમાવી લીધો છે. બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતાડવા પર તેમને શુભેચ્છા. ભવિષ્યના પ્રયત્નો માટે શુભેચ્છાઓ.