×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પેરાલમ્પિકઃ ભારતીય શૂટર્સ પર સોના-ચાંદીનો વરસાદ, મનીષે જીત્યો ગોલ્ડ, સિંહરાજને સિલ્વર


- ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 કાંસ્ય મેડલ આવ્યા 

નવી દિલ્હી, તા. 04 સપ્ટેમ્બર, 2021, શનિવાર

ટોક્યો પેરાલમ્પિક્સની શૂટિંગમાં ભારતીય પેરાશૂટર્સે કમાલ કરી બતાવ્યો છે. મનીષ નરવાલે ગોલ્ડ પર કબજો કર્યો છે જ્યારે સિંહરાજે સિલ્વર જીત્યો છે. P4 મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ એસએચ-1 ફાઈનલમાં મનીષ નરવાલે 218.2નો સ્કોર કરીને પહેલું સ્થાન મેળવ્યું છે. સિંહરાજ (216.7) બીજા સ્થાને છે. રૂસી ઓલમ્પિક સમિતિ (ROC)ના સર્ગેઈ માલિશેવ (196.8)એ કાંસ્ય પદક પોતાના નામે કર્યો. ભારતના મેડલ્સની સંખ્યા હવે 15 થઈ ગઈ છે. 

આ બંને શૂટર્સ ફરિદાબાદના રહેવાસી છે. ક્વોલિફિકેશનમાં સિંહરાજ 536 પોઈન્ટ સાથે ચોથા સ્થાને હતા જ્યારે મનીષ નરવાલ (533) સાતમા સ્થાને હતા. આ સાથે જ ટોક્યો પેરાલમ્પિકમાં 19 વર્ષીય મનીષ નરવાલે ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો. આના પહેલા અવનિ લખેરાએ (Women's 10m Air Rifle SH1) અને સુમિત અંતિલે (Men's Javelin Throw F64) ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

આ પેરાલમ્પિકમાં 39 વર્ષીય સિંહરાજે બીજો મેડલ મેળવ્યો છે. આના પહેલા તેમને 10m Air Pistol SH1માં કાંસ્ય મેડલ મળ્યો હતો. અવનિ લખેરા પાસે પણ 2 મેડલ છે. તે ગોલ્ડ સિવાય બ્રોન્ઝ મેડલ જીતી છે. 

વર્તમાન પેરાલમ્પિકમાં ભારત અત્યાર સુધીમાં 15 મેડલ જીત્યું છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 કાંસ્ય મેડલ આવ્યા છે. આ પેરાલમ્પિકના ઈતિહાસમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. રિયો પેરાલમ્પિક (2016)માં ભારત 2 ગોલ્ડ સહિત 4 મેડલ જીત્યું હતું.