×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે, કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી


અમદાવાદ,તા.21 મે 2022,શનિવાર

ભારતમાં કોરોના મહામારી બાદ આવેલ ઝડપી રિકવરીને કારણે મોંઘવારી પણ માજા મુકી છે. વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ ભડકે બળતા સ્થાનિક સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ ઉંચકાયા છે જેને પગલે સામાન્ય જનતા ગરમીની સાથે મોંઘવારી સાથે પણ પિસાઈ રહી છે. અંતે ના છૂટકે સરકારે પેટ્રોલ ડિઝલ પર વસૂલાતા ટેક્સમાં કાપ કરવાની ફરજ પડી છે.

નાણામંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે પેટ્રોલ-ડીઝલના ભાવને કાબૂમાં લેવા માટે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટી 8 રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલના ભાવ 6 રૂપિયા પ્રતિ લિટર ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

જોકે ટેક્સ અને અન્ય કર સાથે પેટ્રોલ-ડીઝલના ભાવ અનુક્રમે 9.5 રૂપિયા અને 7 રૂપિયા પ્રતિ લિટર ઘટવાની સંભાવના છે. નાણામંત્રાલયના નિવેદન અનુસાર આ એક્સાઈઝ ડ્યૂટી કાપથી સરકારી તિજોરીની આવકને પ્રતિ વર્ષ 1 લાખ કરોડની ઘટ પડવાનો અંદાજ છે.