×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પેટ્રોલ, ડીઝલમાં દૈનિક ભાવ વધારો રાષ્ટ્ર વિરોધી છે!


અમદાવાદ, તા. 04 એપ્રિલ, 2022, મંગળવાર 

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક વધારા અંગે લોકોમાં ઉચાટ છે. કોંગ્રેસ વિરોધ કરી રહી છે પણ કેન્દ્ર સરકાર વર્તમાન સ્થિતિમાં ભાવ લગભગ દરરોજ વધારી રહી છે 

ઊંચા ભાવની આ ચર્ચમાં ભાજપના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ મંગળવારે તીખા શબ્દોમાં ટ્વીટ કરી ટીકા કરી છે. તેમણે આ ભાવ વૃદ્ધિને દેશ વિરોધી ગણાવી છે.

"પેટ્રોલ, ડીઝલના ભાવમાં દૈનિક વૃદ્ધિ દેશમાં વિરોધનો વંટોળ ઊભી કરી રહી છે. આ રીતે ભાવમાં વધારો નાણા મંત્રાલયની માનસિક નાદારી છતી કરી રહી છે. આ રાષ્ટ્ર વિરોધી પણ છે. આ રીતે નાણા ખાધને કાબૂમાં રાખવી એ પૂર્ણ રીતે બિનકાર્યક્ષમતા છે," એવું સવારે સ્વામીએ ટ્વીટ કર્યું હતું.

નવેમબરથી ત્રણ મહિના સુધી વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પ્ત્યા સુધી ભારતમાં ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતાં. કુલ જરૂરિયાતના 80 ટકા. આયાતી ક્રૂડ ઉપર નભતા દેશ માટે વૈશ્વિક બજારમાં ઊંચા ભાવના કારણે હવે રોજ ભાવ વધારાનો બોજ નાખવામાં આવી રહ્યો છે.

તા. 22 માર્ચથી ભારતમાં ભાવ વધવાનું શરું થયું છે અને હવે 13 વખત ભાવ વધારવામાં આવ્યા છે. આ દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ 9.20નો વધારો જોવા મળ્યો છે.