×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પેટ્રોલ, ડીઝલની વધતી કિંમતો પ્રજાનું શોષણ, ટેક્સ હટાવે સરકાર: સુબ્રમણ્યમ સ્વામી

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી 2021 શુક્રવાર

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી સામાન્યા પ્રજા ઘણી પરેશાન છે, સોશિયલ મિડિયા પર તેમનો ગુસ્સો જોવા મળી રહ્યો છે, બીજી તરફ વિરોધ પક્ષ પણ માર્ગો પર ઉતર્યા છે, આ દરમિયાન બિજેપીનાં રાજ્ય સભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલ, ડીઝલની વધતી કિંમતો અંગે પોતાની સરકારને નિશાન બનાવી છે, તેમણે શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું કે આ મુદ્દા પર જનતાનો મત એક જ છે, કે કિંમતોમાં વધારો શોષણ કરનારો છે, સરકારે પેટ્રોલ, ડીઝલથી હટાવી લેવી જોઇએ. 

સ્વામીએ ટ્વીટ કર્યું, 'લોકોની અવાજ ભાગ્યે જ સ્પષ્ટ અને બુલંદ હોય છે, પરંતું ક્યારેક-ક્યારેક આવું થાય છે, પેટ્રોલ, ડીઝલની વધતી કિંમતો અંગે સામાન્ય પ્રજામાં સામાન્ય મત છે (પોર્ન વિક્રેતાઓ, આઇફોન ચોરો અને નકલી આઈડી વાળા ટ્વિટરાતી સિવાય) વધતી કિંમત શોષણકરનારી છે. તેથી સરકારે આ વસૂલાતને હટાવી દેવી જોઈએ.

પેટ્રોલ, ડીઝલના ભાવમાં સતત 11 માં દિવસે વધારો થયો

ખરેખર, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશનાં કેટલાક શહેરોમાં પેટ્રોલનાં ભાવ સદી ફટકારી ચુક્યા છે. શુક્રવારે, સમગ્ર દેશમાં સતત 11 માં દિવસે બંને ઇંધણનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલ 31 પૈસા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 33 પૈસા પ્રતિ લીટર થયું છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે લોકોનો રોષ પણ વધી રહ્યો છે, જેની અસર સોશ્યલ મીડિયા પર જોવા મળી રહી છે. કોંગ્રેસ સહિત વિરોધી પક્ષો પણ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામે રસ્તાઓ પર ઉતરવા લાગ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ભુટાનમાં પેટ્રોલ અને ડીઝલ ભારતમાંથી જ જાય છે તેમ છતા પણ ત્યાં ભારત કરતા અડધી કિંમતો જ છે, અને આ બાબત પણ ચર્ચાનો વિષય બની છે.