×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે રાજ્ય સરકારે ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલીસી જાહેર કરી

ગાંધીનગર, તા. 22 જૂન 2021, મંગળવાર

કોરોનાકાળમાં પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઇલેક્ટ્રીક વ્હીકલ પોલીસીની જાહેરાત કરી છે. 

વિજય રૂપાણીએ આ અંગે જણાવ્યું કે, ‘ગુજરાતમાં અનેક વિષયો પર પોલિસી જાહેર કરાઇ છે. ભારતમાં ગુજરાતએ પોલિસી ગ્રીવન સ્ટેટ મુદ્દે આગવી ઓળખ ઊભી કરી છે. ગુજરાતને પ્રદૂષણમુક્ત કરવાનો પ્રયાસ શરૂ છે.’

તેમણે જણાવ્યું કે, ‘ટુ-વ્હીલર-થ્રી વ્હીલર માટે 50 હજારની સબસિડી તો ફોર વ્હીલર માટે 1.5 લાખ રૂપિયાની સબસિડી જાહેર કરાય છે. તદુપરાંત તેઓએ જણાવ્યું કે, ‘હોટલો પાસે ચાર્જિંગ સ્ટેશન કરવાનું સરકારનું આયોજન છે. રાજ્યમાં 250 ચાર્જિંગ સ્ટેશન મંજૂર થયેલા છે. 500 જેટલાં ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે. ઇલેક્ટ્રિક વ્હીકલો માટે પ્રતિ કિલો વોટ સબસિડી અપાશે. પોલીસી 4 વર્ષ માટે માન્ય ગણાશે.’

આ સાથે જણાવ્યું કે, ‘ઇલેક્ટ્રિક વ્હીકલો પર અન્ય રાજ્યોમાં ટેક્સ માફી છે તો ગુજરાત રાજ્યએ સબસિડી આપી છે. બેટરી સ્વેપિંગ સ્ટેશનોને પણ પ્રોત્સાહિત કરાશે. રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલોનું પ્રોડક્શન જૂન મહીનાથી શરૂ થઇ જશે. હાઇવે પર ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરાશે. 6 લાખ ટન કાર્બન ઉત્સર્જન અટકશે.’

મુખ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સની હાઇલાઇટ

- ટુ-વ્હીલર-થ્રી વ્હીલર માટે 50 હજારની સબસિડી
- ફોર વ્હીલર માટે 1.5 લાખ રૂપિયાની સબસિડી 
-  રાજ્યમાં 500 જેટલાં ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે
-  હાઇવે પર ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરાશે
- 6 લાખ ટન કાર્બન ઉત્સર્જન અટકશે
- ઇલેક્ટ્રિક વ્હીકલો પર અન્ય રાજ્યોમાં ટેક્સ માફી તો ગુજરાતમાં સબસિડી અપાય છે


પેટ્રોલ અને ડિઝલના ભાવથી પરેશાન લોકો માટે કેન્દ્ર સરકાર પણ હવે ટૂંક સમયમાં મોટો નિર્ણય લે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. સરકાર ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં ફ્લેક્સ-ફ્યૂલ એન્જીન (Flex-fuel Engine) ને અનિવાર્ય બનાવવા પર વિચાર કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન વિભાગ અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ આ જાણકારી આપી હતી, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ પગલાંથી ખેડૂતોને મોટી મદદ મળશે અને દેશની અર્થવ્યવ્સ્થાને વેગ મળશે.

નીતિન ગડકરીએ રોટરી જિલ્લા સમ્મેલન 2020-21(Rotary District Conference 2020-21)ના વીડિયો કોન્ફોરન્સ દ્વારા સંબોધિત કરતા જણાવ્યું હતુ કે વૈકલ્પિક ઈંધણ ઈથેનોલની કિંમત 60-62 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે દેશના ઘણાં ભાગોમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 100થી પણ વધુ છે. આ માટે ઈથેનોલના ઉપયોગથી ભારતીયોને 30-35 રૂપિયા પ્રતિ લિટરની બચત થશે.