×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અંગે કોંગ્રેસના મોદી સરકાર પર પ્રહાર, ભાજપને ‘ભયંકર જનલૂટ પાર્ટી’ ગણાવી

નવી દિલ્હી, તા. 19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગી છે. પહેલી વખત દેશમાં કેટલાક વિસ્તારોમાં પેટ્રોલની કિંમતો 100ને પાર ગઇ છે. જેના કારણે દેશ આખામાં હાહાકાર મચ્યો છે. વિપક્ષી પાર્ટીઓ અને સામાન્ય લોકો પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઇને કેન્દ્રની ભાજપ સરકાર પર સતત આરોપ લગાવી રહ્યા અને તેમનો વિરોધ પણ કરી રહ્યા છે. 

ત્યારે આજે દેશના મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે ફરી એક વખત પેટ્રોલ ડીઝલની વધતી કિંમતોને લઇને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવતા કહ્યું કે મે 2014થી અત્યાર સુધીમાં પેટ્રોલ ડીઝલ પર ટેક્સ લગાવીને સરકારે જનતા પાસેથી 21 લાખે 50 હજાર કરોડ રુપિયાની લૂંટ કરી છે. 

આ સાથે જ સુરજેવાલાએ ભાજપને એક નવું નામ આપ્યું છે, ‘ભયંકર જનલૂટ પાર્ટી.’ સુરજેવાલાએ કહ્યું કે કોંગ્રેસ માંગ કરે છે કે મોદી સરાકાર પેટ્રોલ ડીઝલના માધ્યમથી લૂંટ બંધ કરીને તેના ભાવ ઘટાડે અને દેશની જનતાને રાહત આપે. તેમણે કહ્યું કે મોદી સરકાર બંને હાથોથી દેશની જનતાને લૂંટી રહી છે. મોદીજીનો એક જ નારો છે કે અમે બે અમારા બે, ડીઝલ 90 પેટ્રોલ 100. વડાપ્રધાન તો આનો આરોપ પમ કોંગ્રેસ પર લગાવે છે.

તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 200 વખત વધરો કર્યો છે. ભારત સરકાર પોતે માને છે કે પેટ્રોલની પડતર કિંમત 32 રુપિયા છે., તો તેના 100 રુપિયા કેમ વસુલવામાં આવે છે. મોદી સરકાર પેટ્રોલ પર 252% અને ડીઝલ પર 820% ટેકસ વસુલે છે. કોંગ્રેસ આ અંગે વડાપ્રધાન પાસેથી જવાબ માંગ્યો છે.