×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પેટ્રોલમાં 79, ડીઝલમાં 85 પૈસાનો વધારો, 138 દિવસ પછી ભાવ વધ્યા


સાડા ચાર માસ ઈંધણના ભાવ સ્થિર રહ્યા બાદ  તા. 4 નવેમ્બરે મોટા ઘટાડા પછી પ્રથમવાર ભાવ વધારો, ક્રૂડના ભાવ ઉંચાઈએ પહોંચ્યા બાદ હવે ઘટવા લાગ્યા છે

રાજકોટ, : સરકારી ઓઈલ કંપનીઓએ પ્રતિ લિટરે પેટ્રોલના ભાવમાં આજે ૭૯ પૈસાનો અને ડીઝલના ભાવમાં  85 પૈસાનો વધારો ઝીંક્યો છે. 138 દિવસ સુધી ભાવ પેટ્રોલના સરેરાશ રૂ. 96 અને ડીઝલના રૂ. 89એ સ્થિર રહ્યા બાદ સાડાચાર માસ પછી  ભાવ વધારો ઝીંકાયો છે.

અસહ્ય ઉંચા ટેક્સના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા હોવા મુદ્દે દેશભરમાં વ્યાપક વિરોધના પગલે કેન્દ્ર સરકારે છેલ્લે તા. 4-11-2021ના  ડયુટી ઘટાડતા પેટ્રોલ રૂ. 12 અને ડીઝલ રૂ. 17  પ્રતિ લિટર સસ્તુ થયું હતું અને લોકોએ થોડી રાહત અનુભવી હતી.  ઉલ્લેખનીય છે કે  યુક્રેન-રશિયા યુધ્ધના પગલે ક્રૂડના ભાવ કૃત્રિમ રીતે અતિ ઉંચાઈએ પહોંચ્યા હતા જે ફરી નીચે આવ્યા છે. વળી, રશિયા ભારતને ક્રૂડ સસ્તુ આપશે તેવી વાતો પણ થવા લાગી છે. છતાં આજે ભાવવધારો કરાયો છે. 

હવે જો આ ભાવવધારાની આ શરૂઆત જ હોય અને આ દોર આગળ વધે તો ઈંધણ ફરી રૂ.100ને પાર થવાની અને સાથે અન્ય ચીજોના ભાવવધારો, ટેક્સનું ભારણ યથાવત્ હોય લોકોની હાલત કફોડી થવાની ભીતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે ઈંધણ્ના ભાવ સ્થિર રહ્યા તે સમય દરમિયાન ખાદ્યતેલો, લોખંડ સહિતની ધાતુઓ, બાંધકામ મટીરીયલ્સ,મસાલા, ઘંઉ,  રાંધણ ગેસ સહિત પેકેજીંગ સહિત અનેક ચીજોમાં ભાવવધારો જારી રહ્યો છે.