×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પેંટાગન: ચીન પાડોશીઓને ધમકી આપી રહ્યુ છે, રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક હિત માટે જોખમ


બીજિંગ, તા. 26 ઓક્ટોબર 2021 મંગળવાર

દક્ષિણ એશિયામાં ચીન પોતાની હરકતથી બાજ આવી રહ્યુ નથી. તે સતત એવી હરકત કરી રહ્યુ છે, જેનાથી પાડોશી દેશ પર રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક હિતનુ જોખમ પેદા થાય. અમેરિકી રક્ષા વિભાગના મુખ્યાલય પેંટાગને સોમવારે કહ્યુ કે ચીન પોતાના પાડોશી દેશ પર દબાણ બનાવી રહ્યુ છે અને રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક હિત જેવા મુદ્દા પર તેમને સતત ડરાવી ધમકાવી અને મજબૂર કરી રહ્યુ છે.

ચીનની હરકત હિંદ-પ્રશાંતના અનુકૂળ નથી

પેંટાગનના મીડિયા સચિવ જૉન કિર્બીએ કહ્યુ કે ચીનની હરકત હિંદ-પ્રશાંત વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવા માટે અનુકૂળ નથી. તે સતત એવી હરકત કરી રહ્યુ છે જેનાથી પાડોશી દેશને રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક હિતનુ જોખમ પેદા થઈ રહ્યુ છે. ચીનની હરકત પાડોશી દેશને ધમકાવવા અને તેમને મજબૂર કરવા જેવી છે.

સુરક્ષા પડકાર સામે લડવા માટે અમેરિકા તૈયાર

કિર્બીએ કહ્યુ કે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં હાજર સુરક્ષા પડકારો સામે લડવા માટે બાઈડન વહીવટીતંત્રને પોતાના ગઠબંધન અને ભાગીદારીને વધુ મજબૂત કર્યા છે. એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યુ છે કે કોઈ પણ પડકાર સામે લડવા માટે અમારી પાસે પર્યાપ્ત રક્ષાત્મક ક્ષમતાઓ છે. તેથી અમે સતત મહેનત કરી રહ્યા છીએ.

સીમા વિવાદને લઈને ભારત સાથે થશે વાત

જૉન કિર્બીએ કહ્યુ કે ભારત-ચીન સીમા પર છેડાયેલા વિવાદને લઈને સંયુક્ત રાજ્ય અમેરિકા સતર્ક છે. તેમણે કહ્યુ કે અમેરિકી વહીવટીતંત્ર એલએસી પર થઈ રહેલી હલચલ પર નજર બનાવેલા છે. કિર્બીએ કહ્યુ કે આ તણાવને અમેરિકા હિંસક થવા દેવા ઈચ્છતો નથી તેથી જલ્દી જ અમેરિકા ભારતીય અધિકારીઓએ આ મુદ્દે વાતચીત કરશે.