×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પૃથ્વીની આજુબાજુ અંતરિક્ષમાં 8400 ટન કચરો, જ્યાં પડશે ત્યાં મચાવશે 'તબાહી', જવાબદાર કોણ?


કચરાની સમસ્યા ફક્ત પૃથ્વી પર જ નહીં પરંતુ અંતરિક્ષમાં પણ વધતી જઈ રહી છે. પૃથ્વીની કક્ષામાં માનવીએ બનાવેલી અનેક કૃત્રિમ વસ્તુઓ સમય અને ઉદ્દેશ્ય પૂરો થયા બાદ જ હજુ અંતરિક્ષમાં ફરી રહી છે. નાસાએ જણાવ્યું કે આશરે 8400 ટન કચરો અંતરિક્ષમાં થઈ ગયો છે. જેમાં મોટાભાગે 18 હજારથી લઈને 28 હજાર માઈલ્સ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની કક્ષામાં ફરે છે. જો તેમાંથી એક પણ ઓબ્જેક્ટ પૃથ્વી પર ક્યાંક પડશે તો તે ભારે તબાહી મચાવી શકે છે. 

જુઓ અંતરિક્ષમાં કેવી કેવી વસ્તુઓ કચરો બની ગઈ, નીચલી કક્ષામાં ફરતી હોવાથી ખતરો! 

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે રોકેટ સ્ટેજ જે અંતરિક્ષમાં પહોંચીને સેટેલાઈટ લોન્ચ કર્યા બાદ ત્યાં જ રહી ગયા છે. રોકેટના આગળના કોન, પેલોડના કવર, બોલ્ટ્સ અને મહદઅંશે ભરાયેલી ફ્યૂઅલ ટેન્ક, બેટરી અને લોન્ચિંગ સંબંધિત અન્ય હાર્ડવેર અંતરિક્ષમાં કાટમાળ તરીકે હાજર છે. નાસાના જણાવ્યાનુસાર અંતરિક્ષમાં હાલના સમયે 20 હજારથી પણ વધુ નાના-મોટાં ઉપકરણો કચરો બની ગયા છે અને પૃથ્વીની નીચલી કક્ષામાં ચક્કર લગાવી રહ્યા છે.

નાસાએ આ મામલે શું કહ્યું?   

નાસાના જણાવ્યા અનુસાર, અંતરિક્ષ કાટમાળને ટ્રેક કરવાની ક્ષમતામાં સુધારાથી સેટેલાઈટ ઓપરેટિંગ અને માનવ અંતરિક્ષ મિશનના જોખમોને ઘટાડવામાં મદદ મળી શકે છે. 

સૌથી વધુ રોકેટ આ દેશના 

અંતરિક્ષમાં હાલના સમયે રશિયાના 7032, અમેરિકાના 5216, ચીનના 3854, ફ્રાન્સના 520, જાપાનના   117   અને ભારતના 114 સેટેલાઈટ અને રોકેટ્સ છે. તે 1થી 10 સેમી જેટલાં આશરે 5 લાખથી વધુ સ્પેસ જંક છે. આ કાટમાળમાં સતત વધારો થશે કેમ કે અંતરિક્ષ ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે. 

ભારતથી આશરે 20 ગણો વધુ છે ચીનનો કાટમાળ 

નાસાના અહેવાલ અનુસાર ભારતના 206 ટુકડાં છે. તેમાં 89 ટુકડા પેલોડ અને 117 ટુકડા રોકેટના છે. જોકે ભારતથી લગભગ 20 ગણો વધુ કાટમાળ ચીનનો છે.   તેના લગભગ 3,987 ટુકડા અંતરિક્ષમાં ફરી રહ્યા છે. આ ઓબ્જેક્ટ 0.11 સેમથી અનેક મીટરના હોઈ શકે છે. જો એક પણ ઓબ્જેક્ટ ક્યાંક પડશે તો ભારે તબાહી મચાવી શકે છે. 

આ રીતે મદદ મળી શકે છે 

એકવાર વપરાતા રોકેટની જગ્યાએ ફરી ઉપયોગમાં લેવાતા લોન્ચ વ્હિકલ્સનો ઉપયોગ કરવાથી પેદા થતાં નવા કાટમાળની માત્રાને ઘટાડવામાં મદદ મળી શકે છે. તેના માટે સામગ્રી અને ડિજાઈનમાં સુધારો કરવાની જરૂર છે. વધારે ટકાઉ સામગ્રીઓનો ઉપયોગ કચરાની માત્રાને ઘટાડશે. ઈસરો પણ અંતરિક્ષ પર્યાવરણ પર વધતી અંતરિક્ષ કાટમાળની અસરને લઈને અભ્યાસ કરી રહી છે.