×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પૂર્વ સાંસદ અને ઉદ્યોગપતિ રાહુલ બજાજના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા


પૂણે, તા. 13 ફેબ્રુઆરી 2022 રવિવાર

બજાજ ગ્રૂપના પૂર્વ ચેરમેન રાહુલ બજાજના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા. પૂણેના પિંપરી ચિંચવાડના આકુર્ડી સ્થિત બજાજ કંપનીમાં રાહુલ બજાજના પાર્થિવ દેહને સમગ્ર દિવસ શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સાંજે લગભગ 6 વાગે તેમના અંતિમ સંસ્કાર કરાયા. અંતિમ સંસ્કાર પૂણેના નાનાપેઠ વિસ્તારના વૈકુંઠ ધામમાં કરાયા. આ પહેલા સેનાના જવાનોએ તેમના પાર્થિવ દેહને તિરંગાથી ઢાંકીને તેમને રાજકીય સન્માન આપ્યુ, જ્યારે તેમની અંતિમ યાત્રા શરૂ થયા પહેલા સલામી આપવામાં આવી.


કેટલાય ક્ષેત્રના દિગ્ગજ તેમને અંતિમ વિદાય આપવા પહોંચ્યા. રાહુલ બજાજ 83 વર્ષના હતા. રાહુલ બજાજ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. તેઓ છેલ્લા એક મહિનાથી પૂણેના રુબી ક્લિનિક હોસ્પિટલમાં દાખલ હતા.


રાહુલ બજાજને અંતિમ વિદાય આપવા પહોંચ્યા આદિત્ય ઠાકરે

રાહુલ બજાજને શ્રદ્ધાંજિલ અર્પિત કરવા માટે NCP અધ્યક્ષ શરદ પવાર, રાજ્યના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે, ડેપ્યુટી CM અજિત પવાર, મંત્રી છગન ભુજબળ પણ પહોંચ્યા. આ સિવાય સતારાના સાંસદ શ્રીનિવાસ પાટીલ, માવલના સાંસદ શ્રીરંગ બાર્ને, શિવસેના મહાસચિવ મિલિંદ નાર્વેકર પણ તેમને અંતિમ વિદાય આપવા પહોંચ્યા.