×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના 11 માં સૌથી યુવાન CM બન્યા, જાણો તેમના વિશે મહત્વની વાતો

નવી દિલ્હી, 3 જુલાઇ 2021 શનિવાર

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ખટીમાનાં ધારાસભ્ય પુષ્કરસિંહ ધામી બનશે. ભાજપના પ્રદેશ કાર્યાલયમાં વિધાનસભાની બેઠક બાદ ધમીનાં નામ પર મહોર લાગી ગઇ છે. પૂર્વ મુખ્ય પ્રધાનો તીરથસિંહ રાવત અને ત્રિવેન્દ્રસિંહ રાવત, કેન્દ્રીય મંત્રી અને નિરીક્ષક નરેન્દ્ર તોમર અને રાજ્ય પ્રભારી દુષ્યંતકુમાર ગૌતમ સહિત ભાજપના સાંસદો અને ધારાસભ્યોની હાજરીમાં ધામીના નામ પર મહોર લગાવવામાં આવી છે. 

શનિવારે ભાજપના વિધાનસભા મંડળની બેઠકમાં નવા મુખ્ય પ્રધાન તરીકે તેમની પસંદગી કરવામાં આવી. આ પછી હવે શપથ ગ્રહણ સમારોહ રાજભવન ખાતે આજે સાંજે 6 વાગ્યે યોજાશે. ત્યાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ધામી ઉત્તરાખંડમાં ખતીમા વિધાનસભાના ધારાસભ્ય છે. ઉત્તરાખંડ રાજ્યના ખૂબ જ સીમાંત જીલ્લા પિથોરાગઢનાં ડીડી હાટ તાલુકાનાં ટુંળ્ડી ગામમાં 16 સપ્ટેમ્બર 1975નાં રોજ થયો થયો હતો. 

45 વર્ષીય ધામી ઉત્તરાખંડના સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા છે. સૈનિકના પુત્ર હોવાને કારણે, તે શિસ્તથી ભરેલા છે. તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી ભગતસિંહ કોશ્યારીના સલાહકાર પણ રહી ચૂક્યા છે. ધામીને સંગઠનમાં પણ ઘણો અનુભવ છે, પરંતુ સત્તાનો અનુભવ મુખ્યમંત્રી બન્યા બાદ મળશે. 

ધામી મુખ્યમંત્રી બન્યા પછી, તેમના નેતૃત્વ હેઠળ 2022 ની વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે. ભાજપ અધ્યક્ષ મદન કૌશિકે પણ તેમને અભિનંદન આપતાં કહ્યું કે ધામી ખૂબ મહેનતુ કાર્યકર છે. તે ઉત્તરાખંડના સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા હોવાથી યુવાનોનો પૂરો સહયોગ મળશે.