×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પુષ્કરસિંહ ધામીએ ઉત્તરાખંડનાં 11 માં CM તરીકે લીધા શપથ, આ 11 નેતાઓને પ્રધાન બનાવાયા

નવી દિલ્હી, 4 જુલાઇ 2021 રવિવાર

ઉત્તરાખંડનાં 11 મા મુખ્યપ્રધાન તરીકે પુષ્કરસિંહ ધામીએ રવિવારે હોદ્દાનાં શપથ લીધા. 45 વર્ષીય ધામી ઉત્તરાખંડના સૌથી યુવા મુખ્યપ્રધાન બન્યા છે. રાજ્યપાલ બેબી રાની મૌર્યએ રાજભવન ખાતે યોજાયેલા સમારોહમાં તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં બિજેપીના નેતા હરક સિંહ રાવત, સતપાલ મહારાજ, મદન કૌશિક સહિતનાં અર્ગણી નેતા ઉપસ્થિત રહ્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહ દરમ્યાન સીએમ પુષ્કરસિંહ  ધામીનાસમર્થકોએ તેમના સમર્થનમાં નારા લગાવ્યા.

આ નેતાઓએ પણ પ્રધાનપદનાં લીધા શપથ

મુખ્યપ્રધાનને શપથ લેવડાવ્યા બાદ રાજ્યપાલ બેબી રાની મૌર્યએ 11 પ્રધાનોને પણ શપથ પણ લેવડાવ્યા હતા. જેમાં સૌ પ્રથમ સતપાલ સિંહ મહારાજ, તેમના પછી પૌડીના ધારાસભ્ય હરક સિંહ રાવતે શપથ લીધા. ધારાસભ્ય વંશીધર ભગતે પણ શપથ લીધા, વંશીધર ભગત પાંચ વખત પ્રધાન રહી ચૂક્યા છે અને છઠ્ઠી વખત પ્રધાન બન્યા છે. તેની બાદ યશપાલ આર્યએ પણ પ્રધાન પદના શપથ લીધા હતા. તેઓ ગત સરકારમાં યશપાલ પરિવહન પ્રધાન હતા. ડિડિહારના ધારાસભ્ય બિશન સિંહને પદ અને ગુપ્તતાના શપથ પણ અપાવ્યાં હતાં. તેમના પછી સુબોધ ઉનિયાલ, અરવિંદ પાંડે, મસૂરીના સતત બીજી વખતનાં ધારાસભ્ય બનેલા ગણેશ જોશી, ધનસિંહ રાવત, રેખા આર્યા , યતીશ્વરાનંદે પણ પ્રધાનપદનાં શપથ લીધા.

અસંતુષ્ટો બન્યા માથાનો દુખાવો

એવું કહેવામાં આવી રહ્યું છે કે પુષ્કરસિંહ ધામી શનિવારે જ મુખ્યપ્રધાન પદના શપથ લેનાર હતા. પરંતુ તેમના નામની ઘોષણા બાદ ઉત્તરાખંડ ભાજપના ઘણા નેતાઓ અસંતુષ્ટ થઇ ગયા હતા. જેના કારણે રવિવારે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. શપથ ગ્રહણ સમારોહ પૂર્વે, પુષ્કરસિંહ ધામીએ રવિવારે પોતાનો મોટાભાગનો સમય તેમના પાર્ટીના અસંતુષ્ટ નેતાઓને રાજી કરવામાં વિતાવ્યો હતો. બિજેપીના સૂત્રોનાં જણાવ્યા અનુસાર પુર્વ કેબિનેટ પ્રધાન સતપાલ મહારાજ અને હરક સિંહ રાવત જેવા કેટલાક નેતાઓ શનિવારથી પાર્ટી હાઈકમાન્ડથી નારાજ છે. જોકે બાદમાં પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે કોઈ પણ નેતા નારાજ નથી.