×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પીએમ મોદી વિશ્વમાં ભારતીય સંસ્કૃતિના દેવદૂત બનીને ઉભર્યા છેઃ અમિત શાહ

નવી દિલ્હી,તા.27 ઓક્ટોબર 2021,બુધવાર

દિલ્હીમાં લોકશાહીને લઈને ત્રણ દિવસના સંમેલનનુ આયોજન કરાયુ છે. જેમાં હાજરી આપનારા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ હતુ કે, ભારતની આઝાદીને 75 વર્ષ થઈ ગયા છે. મલ્ટી પાર્ટી ડેમોક્રેટિક સિસ્ટમ આઝાદી બાદ અપનાવીને યોગ્ય નિર્ણય તે સમયે સરકારે લીધો હતો.

તેમણે કહ્યુ હતુ કે, 2014 સુધીમાં દેશના લોકો માટે રામ રાજ્યની કલ્પના ધ્વસ્ત થઈ ગઈ હતી. લોકોને આશંકા પણ પેદા થઈ હતી કે, ભારતની મલ્ટી પાર્ટી ડેમોક્રેટિક સિસ્ટમ ફેલ તો નથી થઈને. આવા સંજોગોમાં ભારતની જનતાએ પીએમ મોદીજીને સંપૂર્ણ બહુમતી સાથે દેશનુ શાસન સોંપ્યુ હતુ અને અમારી સરકાર લોકોની આશાઓ પર ખરી ઉતરી રહી છે.

અમિત શાહે કહ્યુ હતુ કે, 2014 બાદ પીએમ મોદી ભારતની સંસ્કૃતિના દેવદૂત બનીને વૈશ્વિક સ્તરે ઉભર્યા છે. તેમણે દુનિયાભરમાં આપણો યોગ, આર્યુવેદને પહોંચાડવાનુ કામ કર્યુ છે. પીએમ મોદીએ ભારતીય સંસ્કૃતિના ધ્વજ વાહક બનીને યુએનમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ છે.

અમિત શાહે કહ્યુ તહુ કે, 2014 પહેલા લાગતુ હતુ કે, લોકશાહી વ્યવસ્થા ટકી નહીં શકે પણ પીએમ મોદીના કારણે લોકોનો આક્રોશ આશામાં બદલાયો હતો. આટલા માટો દેશમાં મલ્ટી પાર્ટી ડેમોક્રેટિક સિસ્ટમ હોવી જોઈએ. દરેક પાર્ટીની પોતાની વિચારધારા હોવી જોઈએ. પીએમ મોદીએ ગુજરાતના સીએમ બન્યા બાદ પારદર્શક વહીવટ અને સૌના વિકાસ માટે કામ શરૂ કર્યુ હતુ. પીએમ મોદીએ સરકારની દરેક કલ્યાણકારી યોજાનાની સાઈઝ બદલી નાંખી છે. જેમ કે પહેલા કોઈ યોજનામાં 10000 ઘર બનાવવાની વાત થતી હતી અને હવે પીએમ મોદી કહે છે કે, 2022 સુધીમાં દરેક વ્યક્તિ પાસે પાકુ મકાન હશે.