×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પીએમ મોદી તો ફકીર છે પછી 15 એકરના નવા નિવાસસ્થાનની શું જરૂર છે? સામનામાં સંજય રાઉતનો કટાક્ષ

નવી દિલ્હી,તા.6 જૂન 2021,રવિવાર

દિલ્હીમાં કોરોનાકાળ વચ્ચે સેન્ટ્રલ વિસ્ટાના ભાગરૂપે બની રહેલી નવી સંસદ અને વડાપ્રધાનના નવા નિવાસ સ્થાન પર શિવસેનાએ આકરો કટાક્ષ કર્યો છે.

શિવસેનાના મુખપત્ર સામનામાં પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતે પોતાના લેખમાં લખ્યુ છે કે, કોરોનાના કાળમાં સમય કેવી રીતે પસાર કરવો તેની સમસ્યા છે. દિલ્હીમાં પીએમ માટે નવુ મકાન બની રહયુ છે. 2020ના એપ્રિલમાં કરોડો લોકોની નોકરી છીનવાઈ અને બધુ બંધ છે. માત્ર સ્મશાન અને કબ્રસ્તાન ચોવીસ કલાક ખુલ્લા છે. કોરોના કાળમાં ભારતીય સરકાર પંજાબ નેશનલ બેન્કના લોન કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને પાછો લાવવા માટેની કાર્યવાહી કરીને સમય પસાર કરી રહી છે પણ સવાલ એછે કે, મહેલુ ચોક્સીને ભારતના હવાલે કરાશે, જો કરાશે તો સેન્ટ્રલ વિસ્ટામાં મેહુલ ચોક્સીની ઈમારત બનાવાય કે તેને ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ અપાય તો નવાઈ નહી હોય.

રાઉતે કહ્યુ હતુ કે, કોરોનાકાળમાં નવુ સંસદ ભવન, 15 એકરમાં પીએમ માટે નવુ ઘર બની રહ્યુ છે. આ નવી ઈમારતો કોરોના વાયરસથી પ્રૂફ છે કે કેમ તેનો જવાબ કેન્દ્ર સરકાર આપે. હાલમાં મારા પીએમ લોક કલ્યાણ માર્ગ પર 13 એકરના મકાનમાં રહે છે. નવી યોજના હેઠળ બનનારા 15 એકરના ઘરમાં તેઓ રહેવા જશે. પીએમ તો પોતાની જાતને ફકીર માને છે પણ સેન્ટ્રલ વિસ્ટા હેઠળ બનનારા નવા મકાનની એક પણ શરત ફકીરની કેટેગરીમાં આવતી નથી.

તેમણે તો બ્રિટિશ પીએમ બોરિસ જોનસન પર પણ કટાક્ષ કરતા લખ્યુ છે કે, કોરોના કાળમાં સમય પસાર કેવી રીતે કરવો તે માટે બોરિસ જોનસને લગ્ન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે. જોનસનના આ ત્રીજા લગ્ન છે, બ્રિટનમાં કોરોના કાબૂમાં ના આવ્યો તો જોનસન કદાચ ટાઈમ પાસ માટે ચોથા કે પાંચમા લગ્ન પણ કરી શકે છે.