×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પીએમ મોદી કર્ણાટકમાં, અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના શિલાન્યાસ-ઉદઘાટન કર્યા

Image: DD News


વડાપ્રધાન મોદી આજે કર્ણાટક અને મહારાષ્ટ્રની મુલાકાત લેવાના હતા. તેમાં સવારે કર્ણાટકમાં પીએમ મોદીએ યાદગીર અને કલબુર્ગી જિલ્લાની મુલાકાત લીધી. અહીં તેમણે કોડેકલમાં સિંચાઈ, પીવાના પાણી સંબંધિત વિકાસલક્ષી યોજનાઓ અને એક નેશનલ હાઈવેડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું. 

સુરત-ચેન્નઈ ઈકોનોમી કોરિડોરના કર્ણાટકમાં આવતા ભાગ પર આજથી કામ ચાલુ
દરમિયાન પીએમ મોદીએ એક સભાને પણ સંબોધી હતી. તેમણે કહ્યું કે વિકાસના આ તમામ પ્રોજેક્ટથી કર્ણાટકના લોકોને ઘણો લાભ થશે. પીએમ મોદીએ કહ્યું કે સુરત-ચેન્નઈ ઈકોનોમી કોરિડોરના કર્ણાટકમાં આવતા ભાગ પર આજે કામ શરૂ થઈ ગયું છે. તેનાથી યાદગીર, રાયચૂર અને કલબુર્ગી સહિત સમગ્ર ક્ષેત્રમાં ઈઝ ઓફ ડુઈંગ પણ વધશે અને રોજગારીને બળ મળશે. 

પીએમએ કહ્યું - યાદગીરની ઐતિહાસિક અને વારસાગત ભૂમિને નમન
પીએમ મોદીએ તેમના સંબોધન દરમિયાન કન્નડ ભાષામાં લોકોનું અભિવાદન કર્યું હતું. તેમણે કહ્યું કે યાદગીરની ધરતી સમૃદ્ધ વારસો ધરાવે છે. હું આ ઐતિહાસિક અને વારસાગત ભૂમિને નમન કરું છું. તમારો આ પ્રેમ અને સમર્થન મહત્ત્વપૂર્ણ છે. તમારો આશીર્વાદ જ મારી તાકાત છે. યાદગીરમાં અદભૂત સ્મારક, સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ છે. અહીં રાજા   વેંકટપ્પા નાયકનું મહાન શાસન હતું જે ઈતિહાસમાં અદભૂત નિશાન છોડી ગ