×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પીએમ મોદીની વેબસાઈટ પર મા હીરાબાના નામે નવું સેક્શન બનાવી યાદો તાજા કરાઈ

Image: Website



વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર વેબસાઇટ પર માતા હીરાબા મોદીને સમર્પિત એક સેક્શન બનાવવામાં આવ્યું છે. જેમાં હીરાબાના જીવન સાથે સંકળાયેલી બાબતો, તેમના ફોટા-વીડિયો અને તેમના ઉપદેશોને સામેલ કરવામાં આવ્યા છે.   તેમાં ચાર અલગ-અલગ સેક્શન બનાવવાયા . જેમાં હીરાબાનું જાહેર જીવન, દેશની યાદોમાં હીરાબા, હીરાબાના નિધન પર વિશ્વના નેતાઓના શોક સંદેશ અને માતૃત્વને સેલિબ્રેટ કરવા માટે ટેમ્પ્લેટ આપવામાં આવ્યા છે. 

 પીએમ મોદીના બાળપણથી લઈને તેમની માતાના મૃત્યુ સુધીના સમયની યાદો તાજા કરાઈ 

ગયા વર્ષે 30 ડિસેમ્બરે હીરાબાનું નિધન થયું હતું, ત્યારપછી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ માઇક્રોસાઇટ લોન્ચ કરી છે.   વેબસાઈટની શરૂઆતમાં એક વીડિયો છે, જેમાં પીએમ મોદીના તેમની માતા માટેના હૃદયસ્પર્શી શબ્દોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં વાર્તાની રીતે પીએમ મોદીના બાળપણથી લઈને તેમની માતાના મૃત્યુ સુધીના સમયને બતાવાયો છે.

ભવિષ્યમાં હું જ્યાં પણ હોઈશ ત્યાં હંમેશા તમારી ખોટ સાલશે

વીડિયોના અંતમાં પીએમ મોદીના શબ્દોનો અવાજ છે . તેમાં લખ્યું હતું કે, 'પૂજ્ય મા, આજે તમે નથી રહ્યા, છતાં તમે આપેલા સંસ્કારો મારા મન અને મગજ પર તમારા બે હાથની જેમ ફેલાયેલા છે, જે મને શક્તિ અને શિક્ષા આપે છે. માથું નમાવવું, કપાળે તિલક કરવું, મીઠાઈ ખવડાવવી, હાથ પકડવો, દીવો પ્રગટાવવો, ચરણસ્પર્શ કરવો અને આંગળીઓથી તમારી ઉર્જા મારી નસ-નસ સુધી પહોંચે છે, આ થોડીક યાદો હવે મારી અને તમારી વચ્ચે એક નવો સેતુ છે. આ તમને મળવા માટે એક નવો સેતુ છે મા, હવે હું આના પર ફરીશ. જીવનમાં જ્યારે પણ સંઘર્ષ કે આનંદ આવશે, ભવિષ્યમાં હું જ્યાં પણ હોઈશ ત્યાં હંમેશા તમારી ખોટ સાલશે