×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પીએમ મોદીના રુટ પર ટ્રાફિકને રોકવામાં પણ ના આવ્યો અને રેડ સિગ્નલ પર તેમની કાર પણ ઉભી રહી


નવી દિલ્હી,તા.4.નવેમ્બર,2021

પીએમ મોદી આજે નૌશેરા સેક્ટરમાં જવાનો સાથે દિવાળી મનાવી રહ્યા છે.આ માટે આજે તેઓ વહેલી સવારે રવાના થયા હતા.

જોકે દિલ્હીના નિવાસ સ્થાનથી એરપોર્ટ જવા માટે પીએમના રુટ પર વાહન વ્યવહારને રોકવામાં આવ્યો નહોતો.એટલુ જ નહીં તેમની સાથે ઓછામાં ઓછી સિક્યુરિટી રાખવામાં આવી હતી.

દિલ્હી વાસીઓ માટે આ સુખદ આશ્ચર્ય હતુ.ઘણાને તો કાર પસાર થઈ તો ખ્યાલ પણ નહોતો આવ્યો કે તેમાં પીએમ મોદી બેઠા છે.આ સિવાય જ્યાં રેડ સિગ્નલ હતો ત્યાં તેમનો કાફલો રોકાઈ ગયો હતો.

આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો તેના વખાણ કરી રહ્યા છે.સામાન્ય રીતે પીએમ જે રુટ પરથી પસાર થવાના હોય ત્યાં ટ્રાફિક રોકી દેવામાં આવે છે અને તેના કારણે લોકો પરેશાન થાય છે અને તેમનો સમય પણ બગડે છે.

જોકે પીએમ મોદીએ સાવ ઉલટો ચીલો ચાતરીને લોકો હેરાન ના થાય તે માટેનુ ધ્યાન રાખવા માંડ્યુ છે.સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે કહ્યુ હતુ કે, પીએમ મોદી વીઆઈપી કલ્ચર સમાપ્ત કરવા માંગે છે.