×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાવાગઢમાં મોટી દુર્ઘટનાઃ માચી ખાતેનો વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તૂટતાં પાંચ દર્શનાર્થીઓ દબાયા, એકનું મોત



વડોદરાઃ ગુજરાતમાં યાત્રાધામ પાવાગઢમાં તૈયાર કરવામાં આવેલ પથ્થરની કુટિરનો ઘુમ્મટ તુટી પડવાની ઘટના બની છે. દર્શનાર્થે આવતા યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવેલી કુટિરના ભાગ પાસેનો ઘુમ્મટ તુટતા અફરા તફરી મચી જવા પામી છે. આ ઘટનામાં ત્રણ લોકો દબાયા હોવાથી ગંભીર ઈજાગ્રસ્ત થયાં છે. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. ઘટના સ્થળે સ્થાનિકો અને તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.

યાત્રિકો વરસાદથી બચવા આસરો લઈ ઉભા હતા
પાવાગઢના માચી ખાતે યાત્રિકોની સુવિધા માટે પથ્થરના પિલરો ઉપર શિલાઓ ગોઠવી રેન બસેરા બનાવવામાં આવ્યા હતા. આજે બપોરે અહીં ગાજવીજ સાથે વરસાદ વરસતા આ રેન બસેરા નીચે કેટલાક યાત્રિકો વરસાદથી બચવા આસરો લઈ ઉભા હતા. તે સમયે અચાનક પથ્થરોનું બાંધકામ તૂટી પડતા યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા. પથ્થરોની ભારે શિલાઓ નીચે દબાયેલા ત્રણ પુરુષ ત્રણ મહિલા અને બે બાળકો પૈકી એક મહિલાને માથાના ભાગે જ્યારે અન્ય એક મહિલાને પેટના ભાગે પથ્થરો પડતાં ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે બંને પુરુષો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. 



આરોગ્ય કેન્દ્ર ખાતે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડ્યા
દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આસપાસના અન્ય યાત્રિકોએ ભારેખમ પથ્થરો ઉઠાવી દબાયેલા યાત્રિકોને બહાર કાઢ્યા હતા અને ખાનગી વાહનો તથા 108 મારફતે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડ્યા હતા.