×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાપુઆ ન્યૂ ગિનીમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ


જકાર્તા, તા. 11 સપ્ટેમ્બર 2022, રવિવાર

પૂર્વી પાપુઆ ન્યુ ગિનીમાં રવિવારે સવારે ભૂકંપ આવ્યો હતો. 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. અનેક ઈમારતોને નુકસાન થયાના અહેવાલ છે. યુએસ જીઓલોજિકલ સર્વેએ પણ સુનામીની ચેતવણી જાહેર કરી છે. જો કે, એજન્સીએ પાછળથી જણાવ્યું હતું કે, ખતરો ટળી ગયો.

ભૂકંપના કારણે પાપુઆ ન્યુ ગીનીના કેટલાક ભાગોમાં વીજ કાપ અને ઈમારતોના નુકશાનની સૂચના મળી છે. ભૂકંપના કેન્દ્રથી લગભગ 300 મીલ (480 કિલોમીટર) દૂર સુધી આચંકા અનુભવાયા હતા. 

પૂર્વીય હાઈલેન્ડ શહેર ગોરોકામાં યુનિવર્સિટીને થયેલા નુકસાનના ફોટા અને વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. ભૂકંપના કેન્દ્રની નજીક આવેલા મડાંગમાં સ્થાનિકોએ એએફપીને જણાવ્યું હતું કે, ભૂકંપ અગાઉના ભૂકંપની તુલનામાં વધુ જોરદાર હતો. મડાંગ નજીક જૈસ અબેન રિસોર્ટમાં કામ કરતા હિવી અપોકોરે જણાવ્યું હતું કે, ખૂબ જ જોરદાર આંચકાહતા. સમુદ્ર પર બેઠા હોય તેવું અનુભવાય રહ્યું હતું. 

યુએસજીએસએ કહ્યું કે, ભૂકંપ કાયનન્ટૂ શહેરથી લગભગ 67 કિલોમીટર દૂર61 કિલોમીટર (38 માઈલ)ની ઊંડાઈએ ભૂકંપ આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, પાપુઆ ન્યુ ગિની પેસિફિક 'રિંગ ઓફ ફાયર' પર છે જેના કારણે અહીં વારંવાર ભૂકંપ આંચકા અનુભવાય છે.