×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'પાણી ન વેડફશો' કેમ કે દુનિયાના 400 કરોડ લોકો સામે પાણીની ભયંકર તંગી, આ છે તેના મુખ્ય કારણો

image : Pixabay 


આજના સમયમાં પાણીની અછત ખૂબ જ ચિંતાજનક બાબત બની ગઈ છે. આ સમસ્યાનો સામનો કરવા માટે વિશ્વના ઘણા દેશો પાણીના સંરક્ષણ માટે વિવિધ પગલાં લઈ રહ્યા છે. વિશ્વના ઘણા વિસ્તારો પાણીની અછતને કારણે પ્રભાવિત થઈ રહ્યા છે. 

પાણીની અછતના આ છે મોટા કારણો... 

પાણીની અછત વર્તાવા પાછળ ઘણા કારણો છે. તેમાં વસ્તી વૃદ્ધિ, મોટાપાયે શહેરીકરણ, આધુનિકીકરણ, ક્લાઈમેટ ચેન્જ અને પાણીનો અતિશય બગાડનો સમાવેશ થાય છે. વર્લ્ડ રિસોર્સિઝ ઇન્સ્ટિટ્યૂટના એક્વાડક્ટ વોટર રિસ્ક એટલાસના નવા અહેવાલ મુજબ આપણે વૈશ્વિક સ્તરે પાણીની તીવ્ર અછત વર્તાઈ રહી છે. તેના માઠા પરિણામો આવી શકે છે, જેની સમાજ અને પર્યાવરણના વિવિધ પાસાઓને ગંભીર અસર થશે. 

વિશ્વભરમાં 400 કરોડ લોકોને પાણીની સમસ્યા 

અહેવાલ અનુસાર વિશ્વની એક ચતુર્થાંશ વસ્તીની સમકક્ષ 25 દેશો વાર્ષિક પાણીની તંગી સામે ઝઝૂમી રહ્યા છે. વૈશ્વિક સ્તરે લગભગ 4 અબજ (400 કરોડ) લોકોને દર વર્ષે ઓછામાં ઓછા એક મહિના સુધી પાણીની અછતનો સામનો કરવાની ફરજ પડે છે. આ સંખ્યા વિશ્વની અડધી વસ્તી જેટલી છે.  2050માં આ આંકડો વધીને 60 ટકા એટલે કે 50 કરોડ થઈ જશે.

ભારત, મેક્સિકો, ઇજિપ્ત અને તુર્કીયેને અસર થશે

વર્ષ 2050 સુધીમાં વિશ્વની 70 ટ્રિલિયન ડોલરની જીડીપી પાણીની અછતથી પ્રભાવિત થશે, જે 31 ટકા જેટલી હશે. આ આંકડો વર્ષ 2010માં $15 ટ્રિલિયનના જીડીપી કરતાં 7 ટકા વધુ છે. અગાઉ તે 24 ટકા હતો. દર ચાર વર્ષે જાહેર કરવામાં આવેલા આ રિપોર્ટ અનુસાર, વર્ષ 2050માં વિશ્વના 4 દેશો પાણીની અછતને કારણે તેમના જીડીપીના અડધાથી વધુનું નુકસાન ભોગવવાના છે. તેમાં ભારત, મેક્સિકો, ઇજિપ્ત અને તુર્કીયેનો સમાવેશ થાય છે.  રિપોર્ટમાં ખુલાસો થયો કે વિશ્વના 25 દેશો, જેમાં વિશ્વની ચોથા ભાગની વસ્તીનો સમાવેશ થાય છે. તેઓ દર વર્ષે પાણીની અછતની ગંભીર સમસ્યાનો સામનો કરે છે. આ દેશોમાં સૌથી વધુ અસર બહેરીન, સાયપ્રસ, કુવૈત, લેબેનોન અને ઓમાન પર થાય છે. આ વિસ્તારો પાણીની અછત માટે સંવેદનશીલ બની શકે છે અને દુષ્કાળનો સામનો કરી શકે છે.