×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાડોશી દેશ સામે વધુ એક સંકટઃ 1 ડૉલર સામે પાકિસ્તાની રુપિયો 255ના તળીયે

image : Envato


નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી, 2023, શુક્રવાર

પાકિસ્તાનની આર્થિક મુશ્કેલી વધતી જ જઈ રહી છે. દેવા હેઠળ દબાયેલા પાકિસ્તાનમાં વિદેશી મુદ્રા ભંડાર લગભગ સમાપ્ત થવાની અણીએ આવી ગયું છે અને દેશમાં રોકડની ભારે અછત વર્તાઈ રહી છે. આ દરમિયાન તેના માટે વધુ એક આંચકાજનક અહેવાલ આવ્યા છે. અમેરિકી ડૉલરની તુલનાએ પાકિસ્તાનની કરન્સીમાં જોરદાર કડાકો બોલાયો છે. અમેરિકી કરન્સી ડૉલરની તુલનાએ હવે પાકિસ્તાની રુપિયો ૨૫૫ પર પહોંચી ગયો છે. 

26 જાન્યુઆરીએ બજાર ખુલતાની સાથે જ તેમાં ઘટાડો થયો હતો

પાકિસ્તાની રુપિયો ગત 25 જાન્યુઆરીએ 230 રુપિયા પ્રતિ ડૉલર પર બંધ થયો હતો. જોકે ગુરુવારે 26 જાન્યુઆરીએ બજાર ખુલતાની સાથે જ તેમાં ઘટાડો થયો હતો અને ડૉલરની તુલનાએ તે 255ની સપાટીને સ્પર્શી ગયો હતો. આ તેનું ઓલ ટાઈમ લૉ લેવલ છે.

પાકિસ્તાની રુપિયામાં પડતીનું કારણ શું છે? 

હવે દિવસે ને દિવસે પાકિસ્તાનમાં નાણાકીય સંકટ ઘેરાતું જઈ રહ્યું છે. બીજા દેશો અને ઈન્ટરનેશનલ એજન્સીઓ સામે હાથ ફેલાવતા પાકિસ્તાન આઈએમએફ સામે રાહત પેકેજનો આગામી હપ્તો મેળવવા માટે તેની કપરી શરતોને માનવા પણ તૈયાર છે. આ સંકેતોની પાકિસ્તાની કરન્સી પર માઠી અસર થઈ છે અને તેને જ પડતીનું મુખ્ય કારણ મનાઈ રહ્યું છે. મોંઘવારી પણ અહીં 25 ટકાની નજીક પહોંચી ગઇ છે.