×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાક વિદેશમંત્રીના વાંધાજનક નિવેદનને લઈને દિલ્હીમાં BJPએ કર્યું વિરોધ પ્રદર્શન

IMAGE : @BJP4Delhi Twitter












નવી દિલ્હી, 16 ડિસેમ્બર 2022, શુક્રવાર

બીજેપી કાર્યકર્તાઓ મોદી પર ટિપ્પણીના વિરોધમાં દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજેપી કાર્યકર્તાઓએ આજે પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરના તેમના વિવાદિત નિવેદનને લઈને દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગઈકાલે એક ન્યૂઝ કોન્ફરન્સમાં પાકિસ્તાની પત્રકાર દ્વારા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરના આતંકવાદમાં ઈસ્લામાબાદની ભૂમિકા વિશેના આરોપો વિશે પૂછવામાં આવતા પાકિસ્તાનના વિદેશમંત્રીએ તેના જવાબના બદલે મોદીને અપમાનજનક શબ્દો કહ્યા હતા અને ખુબ જ નિમ્ન પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો હતો જે બાદ બીજેપીના કાર્યકરો દ્વારા આ નિવેદનને ખુબ જ  વખોડવામાં આવ્યું છે. 

બીજેપીનો પાકિસ્તાન હાઈ કમિશનની બહાર સુત્રોચ્ચાર
પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની ટિપ્પણીનો જવાબ આપતાં પત્રકારોને જવાબમાં ભારતના પ્રધાનમંત્રી પર ખુબ જ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યા હતા અને વાંધાજનક નિવેદન આપ્યુ હતુ.  આ મામલે ભારતમાં તેના તીખા પ્રત્યાઘાત પડ્યા છે અને ભાજપે આનો ખુબ જ વિરોધ નોંધાવ્યો છે. ભાજપ યુવા પાંખના સેંકડો બીજેપીના નેતા ભુટ્ટોની ટિપ્પણીનો વિરોધ કરવા ચાણક્ય પુરીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર એકઠા થયા હતા અને હાથમાં પ્લેકાર્ડ્સ પકડીને  પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. 

BJYM દ્રારા પણ પાક વિદેશમંત્રીનો કર્યો વિરોધ
BJYM દ્રારા પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની પીએમ મોદી સામેની અણગમતી અને સસ્તી ટિપ્પણીની સખત નિંદા કરી છે. જે દેશની એકમાત્ર નિકાસ આતંકવાદ છે તેની પાસેથી આનાથી વધુ સારી કંઈ અપેક્ષા રાખી શકાતી નથી. પાકિસ્તાન હાઈ કમિશનની નવી દિલ્હી પાસે આજે બપોરે 3 વાગ્યે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને સુત્રોચ્ચાર કર્યો હતો. આ મામલે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ બિલાવલ ભુટ્ટો પર વળતો પ્રહાર કર્યો અને પીએમ મોદી પરની તેમની ટિપ્પણીને શરમજનક ગણાવી હતી.