×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાક.માં હિન્દુઓની લાગણી દુભાવતી ટ્વિટ કરનારા સાંસદે માફી માગી

(પીટીઆઈ) કરાચી, તા. ૨૫પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટીના સાંસદ આમિર હુસેને હિન્દુ સમાજની લાગણી દુભાવતી ટ્વિટ કરી હતી. એ પછી ભારે વિરોધ થયો હતો. વિરોધ થતાં સાંસદે સમગ્ર હિન્દુ સમાજની માફી માગી હતી.પાક. પીએમ ઈમરાન ખાનની પાર્ટીના સાંસદ આમિર લિયાકત હુસેને હિન્દુ સમાજની માફી માગી દીધી હતી. આમિર હુસેને હિન્દુ દેવીની તસવીર ટ્વિટ કરીને વિપક્ષી નેતા મરિયમ નવાઝની મશ્કરી કરી હતી.એ ટ્વિટ સામે હિન્દુ સમાજે ભારે વિરોધ કર્યો હતો. હિન્દુ દેવીની મશ્કરી કરીને હિન્દુ સમાજની લાગણી દુભાવનારો સાંસદ માફી નહીં માગે તો વિરોધ પ્રદર્શનો કરવાની પણ હિન્દુ સમાજે જાહેરાત કરી હતી.લોકોએ ઈમરાન ખાનના સાંસદની માનસિકતાની ઝાટકણી કાઢી હતી અને ઈમરાન ખાનની સરકારના નેતાઓ નાગરિકોની ધાર્મિક ભાવનાનો ખ્યાલ રાખે એવી સલાહ સોશિયલ મીડિયામાં અપાઈ હતી. સાંસદ માફી માગે તે માટે ઈમરાન ખાન સુધી રજૂઆત કરવામાં આવી હતી.વિવાદ વકર્યા પછી સાંસદ આમિર હુસેને ટ્વિટ ડિલિટ કરી નાખી હતી અને આખા હિન્દુ સમાજની માફી માગી હતી.