×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાક.ના મંત્રી શાઝિયા મર્રીએ ભારતને અણુ બોમ્બની ધમકી આપી, કહ્યું,અમે ચૂપ નહીં રહીએ


image- facebook

નવી દિલ્હી, 17 ડિસેમ્બર 2022, શનિવાર

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો બહાદ હવે મંત્રી શાઝિયા મર્રીએ ભારતને પરમાણું બોમ્બની ધમકી આપી છે. તેમણે અણું તાકાતની વાત કરતાં કહ્યું હતું કે અમે ચૂપ નહીં રહીએ. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાર્યક્રમ બાદ ભારતના વિદેશ મંત્રી એસ જય શંકરે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે ગુરૂવારે કહ્યું હતું કે, વિશ્વ પાકિસ્તાનને આતંકવાદ ના કેન્દ્રના રૂપમા જુએ છે. પાકિસ્તાને પોતાની હરકતોમાં સુધારો કરવો જોઈએ અને એક સારા પાડોશી બનવાની કોશિષ કરવી જોઈએ. 

પાકિસ્તાનના મંત્રીએ પરમાણું બોમ્બની ધમકી આપી
પાકિસ્તાનના મંત્રી શાઝિયા મર્રીએ ધમકી આપતાં કહ્યું હતું કે, પાકિસ્તાનને જવાબ આપતા આવડે છે. પાકિસ્તાન એવો દેશ નથી જે એક થપ્પડ ના બદલામાં બીજો ગાલ આગળ કરશે. તેમણે કહ્યું હતું કે, મેં અનેક વખત અનેક જગ્યાએ મોદી સરકાર તરફથી મોકલવામાં આવેલા ડેલિગેટ્સનો મુકાબલો કર્યો છે. ભારતના મંત્રીએ યુએનમાં કહ્યું હતું કે પાકિસ્તાન આતંકનું કેન્દ્ર છે. આ તેમનો એક પ્રોપેગેન્ડા છે. તે આજનો નથી. અમે વિપક્ષમાં હોય ત્યારે પણ લડીએ છીએ. અમારા દેશની રક્ષા પણ કરવી છે અને દેશ વિરૂદ્ધ ખોટા પ્રોપેગેન્ડાને બેનકાબ પણ કરવો છે. 

પાકિસ્તાન પણ જાણે છે કે કેવી રીતે જવાબ આપવોઃ શાઝિયા મર્રી
શાઝિયા મર્રીએ ધમકી ભર્યા શબ્દોમાં કહ્યું હતું કે અમે ભારત વિરુદ્ધ ફરિયાદ નથી કરી રહ્યા, પરંતુ અમને ભારતમાં નરેન્દ્ર મોદીની વર્તમાન સરકાર વિરુદ્ધ ફરિયાદ છે. તેમણે કહ્યું કે તમે પાકિસ્તાન પર વારંવાર આરોપો લગાવતા રહેશો અને જો પાકિસ્તાન ચુપચાપ સાંભળશે તો એવું નહીં થાય. તમારી જાતને સુધારો, તમે બિલાવલ ભુટ્ટોના પૂતળા બાળવાની ધમકી આપી રહ્યા છો, જ્યારે ભારતમાં તમારા પોતાના પૂતળા બાળવામાં આવી રહ્યા છે. જો મોદી સરકાર લડશે તો જવાબ સાંભળશે. પરમાણુનો દરજ્જો જે આપણને મળ્યો છે તે ચૂપ રહેવા માટે નથી. પાકિસ્તાન પણ જાણે છે કે કેવી રીતે જવાબ આપવો.

વિદેશ મંત્રી એસ જયશંકરે જડબાતોડ જવાબ આપ્યો હતો
વિદેશ મંત્રી એસ જયશંકરે યુએનએસસીમાં કહ્યું હતું કે, દુનિયા ન્યૂયોર્કની જેમ 9/11 અથવા તો મુંબઈની જેમ વધુ એક 26/11 નહીં થવા દે. તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું હતું કે, આતંકવાદના કેન્દ્ર હાલમાં પણ સક્રિય છે. સાબિતી હોવા છતાં આતંકીઓને પ્રતિબંધિત કરવાના પ્રયાસોને અટકાવવા માટે તેમણે ચીન અને પાકિસ્તાન પર શાબ્દિક હૂમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સ્થિત આતંકીયોને સંયુક્ત રાષ્ટ્રથી પ્રતિબિધિત કરવા માટેલ ચીન હંમેશા રોડા નાંખે છે. 

પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ શું કહ્યું?
બિલાવલ ભુટ્ટોએ અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સત્રની બાજુમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભારત સરકારને મહાત્મા ગાંધીના બદલે હિટલરથી પ્રભાવિત હોવાનું જણાવ્યું હતું. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એસ જયશંકરે પાકિસ્તાનને ફટકાર લગાવ્યા બાદ બિલાવલનું નિવેદન આવ્યું છે. ત્યાર બાદ સમગ્ર ભારત દેશમાં બિલાવલ ભુટ્ટોનો વિરોધ થઈ રહ્યો છે. ઠેર ઠેર તેમના પુતળા બાળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.