×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાની ફરી ઉભો કર્યો વિવાદ, ICCને કહ્યું, ‘આ ડિમાન્ડ પુરી થશે પછી જ વર્લ્ડકપમાં મોકલીશું ટીમ’

નવી દિલ્હી, તા.03 ઓગસ્ટ-2023, ગુરુવાર

આ વર્ષે ભારતમાં યોજાનારા ICC વનડે વર્લ્ડકપમાં પાકિસ્તાનનું રમવું હજુ પણ શંકાસ્પદ દેખાઈરહ્યું છે. ભારતે ગયા વર્ષે એશિયા કપ માટે પાકિસ્તાન ન જવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી અત્યાર સુધી પાકિસ્તાન તરફથી વર્લ્ડકપને લઈને જાતજાતની શરતો રાખવામાં આવી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, પાકિસ્તાને ICC પાસેથી લેખિત આશ્વાસન માગ્યું છે.

પાકિસ્તાન ટીમનું ભારત આવવું તેમની સરકારમાં હાથમાં

પાકિસ્તાનની ટીમ ICC વનડે વર્લ્ડ કપ રમવા માટે ભારત આવશે કે નહીં, તે હવે તેમની સરકારના હાથમાં છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સરકારને પત્ર લખીને ટીમને ભારત આવવાની પરવાનગી માંગી હતી. હવે આ અંગે એક મોટી માહિતી સામે આવી છે. RevSportzના સમાચાર અનુસાર પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી ICC પાસેથી લેખિત આશ્વાસન માંગવામાં આવ્યું છે.

ખેલાડીઓને ઉચ્ચ સ્તરની સુરક્ષા આપવા લેખીતમાં ખાતરી માંગી

મળતા અહેવાલો મુજબ પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ - PCB અને પાકિસ્તાન સરકારે ભારતમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમની સુરક્ષા અંગે લેખિતમાં ખાતરી માંગી છે. તેમની ડિમાન્ડ છે કે, તેમની ટીમના ખેલાડીઓને ભારતમાં ઉચ્ચ સ્તરની સુરક્ષા મળે તે માટે લેખિતમાં ખાતરી આપ્યા બાદ જ ટીમને ભારત જવાની મંજૂરી અપાશે.

પાકિસ્તાને સર્જ્યો વિવાદ

ભારતમાં યોજાનારા વનડે વર્લ્ડ કપમાં પાકિસ્તાને પોતાની મેચના સ્થળ પર વિવાદ ઉભો કર્યો હતો. પીસીબીએ અમદાવાદમાં રમવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ લીગ મેચમાં નહીં રમે, જો અમદાવાદમાં નોક આઉટ મુકાબલો રમાશે તો તેઓ ખચકાશે નહીં. જોકે આઈસીસી અને બીસીસીઆઈએ આ માંગને ફગાવી દીધી હતી.